Gujarati News

Gujarati News

News of Thursday, 8th March 2018

ભારતના ગ્રામીણ વિસ્‍તારોમાં લોકોની રહેણીકહેણીમાં ઘણો ફેરફાર જોઇ રહ્યા છીઅે: અમે હવે તમને નવી કોંગ્રેસ પાર્ટી આપીશું: સિંગાપુરમાં રાહુલ ગાંધીઅે મોદી સરકાર ઉપર નિશાન ટાંક્યુ

નવી દિલ્‍હીઃ કોંગ્રેસના રાષ્‍ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીઅે ફરી અેક વાત મોદી સરકાર ઉપર નિશાન ટાંકીને હવે અમે તમને નવી કોંગ્રેસ પાર્ટી આપીશું તેમ જણાવીને ભારતના ગ્રામ્ય વિસ્‍તારના લોકોની રહેણીકહેણીમાં ફેરફાર જોવા મળ્યો હોવાનો ઉલ્લેખ કર્યો હતો.

સિંગાપુરમાં ભારતીય મૂળના સીઇઓને સંબોધન કરતા રાહુલ ગાંધીએ ભાજપ અને મોદી સરકાર પર નિશાન તાક્યું હતું. આ કાર્યક્રમમાં કોંગ્રેસ અધ્યક્ષે જણાવ્યું કે અમે સમાજને એક સિસ્ટમ તરીકે જોઇએ છીએ, જ્યા સમતોલ જરૂરી હોય છે.

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ સિંગાપુરમાં એક કાર્યક્રમમાં કાશ્મીર પોલીસીને લઇને એનડીએ સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. રાહુલ ગાંધીએ જણાવ્યું કે ડો. મનમોહનસિંહના કાર્યકાળ દરમિયાન અમારી કાશ્મીર પોલીસી લોકો સાથે સંબંધોમાં મજબુતી જોવા મળી હતી. રાહુલ ગાંધીએ રોજગાર, રોકાણ, તેમજ હાલની આર્થિક પરિસ્થિતિ જેવા મુદ્દાઓ પર સિંગાપુરમાં ભારતીય મૂળના સીઇઓ સાથે વાત કરી હતી.

રાહુલે કહ્યું કે અમે ભારતના ગ્રામ્ય વિસ્તારના લોકોની રહેણીકરણીમાં ઘણો ફેરફાર જોઇ રહ્યાં છીએ. અમે હવે તમને નવી કોંગ્રેસ પાર્ટી આપીશું. રાહુલ ગાંધી 10 માર્ચે મલેશિયા જશે. રાહુલ ગાંધીએ ટ્વિટ કરી જાણકારી આપતા જણાવ્યું કે હું સિંગાપુર અને મલેશિયામાં ભારતીય સમુદાયના લોકો સાથે મુલાકાત કરીશ. આ સાથે સિંગાપુર અને મલેશિયાના વડાપ્રધાન સાથે બેઠક કરશે.

(8:11 pm IST)