Gujarati News

Gujarati News

News of Thursday, 8th March 2018

રાજસ્થાનઃ પેટાચુંટણીમાં કોંગ્રેસે બાજી મારી

ભાજપની હારઃ ૩૩માંથી ૨૦ સીટ પર કોંગ્રેસની જીત

જયપુર તા. ૮ : રાજસ્થાનમાં હાલમાં જ ૨ લોકસભા સીટો અને એક વિધાનસભા સીટ માટે થયેલી પેટાચુંટણી માટે ભવ્ય જીત મેળવ્યા બાદ કોંગ્રેસ નિગમ પેટાચૂંટણીમાં પણ ભાજપને જોરદાર ઝટકો આપ્યો છે. પંચાયતી રાજ સંસ્થાઓની જે ૩૩ સીટો માટે પેટાચુંટણી યોજાય હતી તેમાંથી કોંગ્રેસે ૨૦ જીતી લીધી છે. ઉલ્લેખનીય છે કે, આ વર્ષે રાજસ્થાનમાં વિધાનસભા ચુંટણી યોજાશે.

કોંગ્રેસે ૬ જિલ્લા પરિષદ સીટોમાંથી ૪, પંચાયત સમિતિની ૨૦ સીટોમાંથી ૧૨ અને નગર નિગમની ૬ સીટોમાંથી ૪ પર જીત મેળવી છે. આવી રીતે કોંગ્રેસ પેટાચુંટણીમાં પોતાની સીટોની સંખ્યામાં બે ગણો વધારો કરીને ૧૦થી ૨૦ સુધી પહોંચી ગયો છે. જ્યારે ભાજપ ૧૮ સીટોમાંથી ઘટીને ૧૧ પર પહોંચી ગયું છે. રાજ્યની સત્તા પર રહેલ ભાજપ જિલ્લા પરિષદની ફકત એક સીટ પર જ જીત નોંધાવી શકી છે. આ ઉપરાંત તેને પંચાયત સમિતિની ૮ અને નગર નિગમની ૨ સીટો પર પેટાચુંટણીમાં જીત મળી છે.

(3:49 pm IST)