Gujarati News

Gujarati News

News of Thursday, 8th March 2018

અમદાવાદમાં કપચી ભરેલ ટ્રક સાથે ધડાકાભેર કાર અથડાઇ : કારમાં લાગી જબ્બર આગ : રાજ્યમંત્રી કૌશીક પટેલના સાળાના પુત્ર સહિત ૩ ભડથુ

તાલાળાના કોંગી ધારાસભ્ય બારડના ભત્રીજાનો પણ ભોગ લેવાયો

રાજકોટ, તા., ૮ : આજે વ્હેલી સવારે અમદાવાદમાં કપચી ભરેલ ટ્રક સાથે કાર અથડાતા સર્જાયેલ અકસ્માતમાં તાલાલાના કોંગ્રેસના ધારાસભ્ય ભગવાનભાઇ બારડના ભત્રીજા તથા રાજયમંત્રી કૌશીકભાઇ પટેલના સાળાના પુત્ર સહિત ૩ ના મોત નિપજતા અરેરાટી વ્યાપી ગઇ છે. 

અમદાવાદના વાડજ નજીક બેબીલોન  કલબ પાસે કપચી ભરેલ ટ્રક સાથે કારનો અકસ્માત સર્જાયો હતો અને કાર ભડભડ સળગી ઉઠી હતી. આગ એટલી વિકરાળ હતી કે અંદર બેઠેલા પ લોકોને બહાર નિકળવાનો મોકો મળ્યો ન હતો અને આ આગમાં તાલાળા ગીરના કોંગ્રેસના ધારાસભ્ય ભગવાનભાઇ બારડના ભાઇ રામભાઇ બારડના પુત્ર રાહુલ બારડ, રાજયમંત્રી કૌશીકભાઇ પટેલના સાળાના પુત્ર  ધૈર્ય પટેલ અને રોયલ પટવા નામના ૩ યુવકોના ઘટના સ્થળે જ મોત નિપજયા હતા. 

જયારે મોહનસિંહ અને પાર્થ પીપાવત નામના બે યુવકો દાઝી જતા ગંભીર હાલતમાં અમદાવાદના સોલા સિવિલ હોસ્પીટલમાં ખસેડવામાં આવેલ છે.

પોલીસને બનાવ અંગે જાણ થતાં FSLની ટીમની મદદથી તપાસ કરવામાં આવી રહી છે કે કારમાં આખરે કઈ રીતે આગ લાગી. આ સાથે કારને અન્ય વાહને અડફેટે લીધા હોવાની બાબતે પણ પોલીસ દ્વારા વધુ તપાસ કરવામાં આવી રહી છે. આ કાર CNGથી સંચાલિત હતી કે નહીં તે અંગેની પણ તપાસ કરાશે. હાલ આગ ચાલવાનું ચોક્કસ કારણ બહાર આવ્યું નથી, પરંતુ તપાસ બાદ જ આગ લાગવાનું ચોક્કસ કારણ જાણી શકાશે.

(2:54 pm IST)
  • નીરવ મોદીના કૌભાંડ પૂર્વે 2017ના નાણાકીય વર્ષમાં પંજાબ નેશનલ બેંકે વિવિધ કૌભાંડોમાં 2800 કરોડ ગુમાવ્યા છે access_time 12:08 am IST

  • એસટી બસનું છેલ્લા બે વર્ષમાં સરકારી કાર્યક્રમોમાં ભારે ઉપયોગ, તેમ છતાં ભાડાની પૂરી રકમ હજુ સુધી ચૂકવાઈ નથી : બે વર્ષમાં ૪૭૦૪૧ બસો દોડાવાઈ : પરંતુ ભાડાપેટાની ૨૨.૭૮ કરોડ જેવી રકમ ચૂકવાઈ નથી access_time 5:53 pm IST

  • જગવિખ્યાત સુફી ગાયક બેલડી વડાલી બ્રધર્સમાં નાના ભાઈ ઉસ્તાદ પ્યારેલાલ વડાલીનું 75 વર્ષની ઉમંરે હાર્ટ એટેકમાં મૃત્યુ થયુ છે. પ્યારેલાલ છેલ્લા કેટલાક સમયથી બીમાર હતા અને ગઈ કાલે તેમને હાર્ટ એટેક આવ્યો હતો. ગઈ કાલે તેમને અમૃતસરની ફોર્ટિસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. ત્યાં આજે સવારે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. પ્યારેલાલ વડાલીના નિધન વિશે તેમના ભત્રીજા લખવિંદર વડાલીએ જાણ કરી હતી. access_time 1:04 pm IST