Gujarati News

Gujarati News

News of Thursday, 8th March 2018

હીરોએ લૉન્ચ કરી નવી 125સીસી સુપર સ્પ્લેંડર બાઇક

યુથને આકર્ષિત કરે તેવી બાઇક : કિંમત છે રૂ.૫૭,૧૯૦

નવી દિલ્હી, તા.૮ : દેશની નંબર વન ટૂ-વ્હિલર કંપની હીરો મોટોકોર્પે પોતાનું નવું બાઇક ૧૨૫ સીસી સુપર સ્પ્લેંડર લૉન્ચ કરી દીદું છે. નવી દિલ્હીના એકસ શોરૂમમાં આ બાઇકની કિંમત ૫૭૧૯૦ રૂપિયા રાખામાં આવી છે. જો સુપર સ્પ્લેંડરના જૂના વર્ઝન સાથે આ બાઇકની સરખામણી કરીએ તો નવી બાઇકમાં અમુક બદલાવ જોવા મળશે.

 

યુવા પ્રોફેશનલ્સને ધ્યાનમાં રાખીને આ બાઇક તૈયાર કરવામાં આવી છે. આ મોડેલમાં શ્રેષ્ઠ ડિઝાઇન અને નવા ફિચર્સ જોવા મળશે. હીરો બ્રાન્ડ પર લોકો એટલો વિશ્વાસ કરે છે કે ઘરેલુ મોટરસાઇકલ માર્કેટમાં હીરોનો ૫૦ ટકા વધુ માર્કેટ શેર છે. આ બાઇકને ડિસેમ્બર ૨૦૧૭માં રજૂ કરવામાં આવી હતી.

નવી સુપર સ્પ્લેંડરના લૉન્ચિંગ સમયે હીરો મોટોકોર્પ લિમિટેડના સેલ્સ અને કસ્ટમર કેર હેડ અશોક ભસીને કહ્યું કે ભારતમાં વેચાતી બેમાંથી ૧ બાઇક હીરો મોટરસાઇકલની છે. ૧૨૫સીસી સેગમેન્ટની વાત કરીએ તો ઘરેલૂ બજારમાં હીરોનો માર્કેટ શેર ૫૫ ટકાથી વધુ છે. માર્કેટ લીડરશીપ યથાવત રાખવાના ઉદ્દેશ્ય સાથે જ સુપર સ્પ્લેંડરનું નવું વર્ઝન લૉન્ચ કરવામાં આવ્યું છે.

સુપર સ્પ્લેંડરના નવા મોડેલનો લૂક પ્રીમિયમ છે અને આમાં અનેક કોસ્મેટિક બદલાવ જોવા મળશે. સીટ પ્રોફાઇલને અંડર સીટ સ્ટોરેજથી અપડેટ કરવામાં આવ્યું છે. એક બાજુએ યૂટીલિટી બૉકસ આપવામાં આવ્યું છે અને વાઇડ રિયર ટાયર જોવા મળશે.

આ નવી મોટરસાઇકલમાં મફલર પર ક્રોમ કવર, સ્લીક ટેલ લાઇટ અને અપડેટેડ ગ્રાફિકસ છે. કંપનીએ સુપર સ્પ્લેંડર બાઇકમાં પાંચ કલર ઓપ્શન આપ્યા છે, જે પર્પલ, રેડિસ બ્લેક, સિલ્વર સાથે બ્લેક, લાલ અને ગ્રે કલરમાં ઉપલબ્ધ છે. હીરોની નવી સુપર સ્પ્લેંડરમાં ૧૨૫સીસી ટીઓડી એન્જિન આપવામાં આવ્યું છે. જે ૪ ગેરબોકસથી સજ્જ છે. જૂના વર્ઝનની બાઇકના એન્જિનથી આ બાઇકનું નવું એન્જિન વધુ પાવરફુલ છે. જે ૭૫૦૦ આરપીએમ પર ૧૧.૪ પીએસ પાવર ઝનરેટ કરે છે અને ૬૦૦૦ આરપીએસ પર ૧૧ ન્યૂટન મીટર ટૉર્ક ઝનરેટ કરે છે. એટલું જ નહીં, હીરોની આ નવી બાઇકમાં આઇ૩એસ એટલે કે આઇડલ સ્ટોપ સ્ટાર્ટ સિસ્ટમ ટેકિનક આપવામાં આવી છે. કંપનીનો દાવો છે કે આ ટેકિનક હોવાથી સિટી રાઇડિંગ દરમિયાન બાઇક સારૂ માઇલેજ આપશે. ઉલ્લેખનીય છે કે આ ટેકિનકની મદદથી ટ્રાફિક જામ વગેરેમાં ન્યૂટ્રલ મોડ પર બાઇક ઉભી રાખશો, ત્યારે એન્જિન પોતાની મેળે જ બંધ થઇ જશે અને માત્ર કલચ પકડવાથી એન્જિન ફરી શરૂ થઇ જશે અને આ સિસ્ટમના કારણે ઇંધણનો વધુ વ્યય અટકાવી શકાશે.

(11:43 am IST)