Gujarati News

Gujarati News

News of Thursday, 8th March 2018

ચીનના શાંઘાઈમાં બે વર્ષના બાળકે આઈફોનને કરી નાખ્યો લોક :હવે 47 વર્ષ પછી જ ખુલશે

વારંવાર ખોટા પાસવર્ડ નાખવાથી 25 મિલિયન મિનિટ માટે લોક થઇ ગયો

 

ચીનના શાંઘાઈમાં બે વર્ષના બાળકે આઈફોનને લોક કરી નાખ્યો છે જે ૪૭ વર્ષ પછી ખુલશે. આઈફોન ખોટો પાસવર્ડ વારંવાર નાખવાના કારણે ફોન 25 મિલિયન મિનિટ એટલે કે લઘભગ ૪૭ વર્ષ માટે લોક થઇ ગયો છે.

   અંગેની વિગત મુજબ ચીનના શાંઘાઈની Lu નામની મહિલા ફોન ઘરે મુકીને બહાર ગઈ હતી અને જયારે તે પછી ફરી ત્યારે તેણે જાણ થઇ કે તેનો આઈફોન 25 મિલિયન મિનિટ માટે લોક થઇ ગયો છે. વીડીયો જોવા માટે મહિલા પોતાનો ફોન બાળકને આપીને બહાર ગઈ હતી. ફોન લોક થઇ જતા બાળકે વારંવાર ખોટા પાસવર્ડ નાખી ફોન અનલોક કરવાનો પ્રયત્ન કર્યો હતો.

શાંઘાઈના એપ્પલ સ્ટોરના ટેકનિશિયને જણાવ્યું કે ફોનને અનલોક કરવા માટે મહિલા પાસે બે વિકલ્પ હતા. પહેલો કે ફોનને ફોર્મેટ કરી નાખવામાં આવે પરંતુ ફોનનો બધો ડેટા તેમાંથી ડીલીટ થઇ જશે. બીજી રીત છે કે લઘભગ ૪૭ વર્ષ સુધી રાહ જોવામાં આવે.

   ટેકનીશીયને જણવ્યું હતું કે આવો કિસ્સો પહેલા પણ બન્યો હતો જેમાં 80 વર્ષ માટે આઈફોન લોક થઇ ગયો હતો. આઈફોનની iOS ડિવાઈસ વાર ખોટો પાસવર્ડ નાખ્યા બાદ લોક થઇ જાય છે.

(12:00 am IST)