Gujarati News

Gujarati News

News of Thursday, 8th March 2018

‘‘મેડીટેશન વર્કશોપ'': યુ.એસ.માં સાન્‍તા મોનિકા, કેલિફોર્નિયા મુકામે આવતીકાલ ૮ માર્ચના રોજ કરાયેલું આયોજનઃ મેડીટેશન સાથે ચક્ર જાગૃતિ દ્વારા વિઘ્‍નો પાર કરવા માર્ગદર્શન અપાશે

કેલિફોર્નિયાઃ ‘‘મેડીટેશન વર્કશોપ'' યુ.એસ.માં આવતીકાલ ૮ માર્ચ ૨૦૧૮ ગુરૂવારના રોજ રિજુવેનેશન સ્‍ટેશન, ૧૮૨૦ વિલશાયર, બુલવર્ડ, સાન્‍તા મોનિકા, કેલિફોર્નિયા મુકામ કાયાકલ્‍ય વર્કશોપનું આયોજન કરાયુ છે.

સાંજે ૭-૩૦ કલાકે શરૂ થનારા તથા રાત્રિના ૧૨ વાગ્‍યા સુધી ચાલનારા આ વર્કશોપમાં  પધ્‍ધતિસરના મેડીટેશન અંગે માર્ગદર્શન સાથે ચક્ર જાગૃતિ દ્વારા વિદનો પાર કરવા માટે અનુભવસિધ્‍ધ રહસ્‍યો ખુલ્લા કરાશે. તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(11:10 pm IST)
  • સસ્પેન્ડેડ IAS અધિકારી પ્રદિપ શર્માની અટકાયતઃ સાબરમતી જેલની બહાર આવતાની સાથે જ અટકાયત : હાઈકોર્ટે હજુ ગઈકાલે જ જામીન આપ્યા હતા : વિદેશમાં હવાલા દ્વારા નાણા મોકલવામાં આવ્યાનો કેસ ચાલી રહ્યો છે access_time 3:49 pm IST

  • મમતા બંગાળની ચિંતા કરે, દેશની નહિં: રામ માધવઃ ભાજપ મહાસચિવ રામ માધવે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીને જણાવ્યું કે, તે દેશની નહિં પણ પોતાના રાજ્યની ચિંતા કરે : તેઓએ વધુમાં જણાવ્યું કે, 'ત્રિપુરામાં કોઈ મૂર્તિ તોડવામાં નથી આવી. આ દુષ્પ્રચાર થઈ રહ્યો છે એક ખાનગી સ્થાન પર જેને મૂર્તિ લગાવી, તેને જ દૂર કરી' : તોડફોડ તો બંગાળમાં થઈ રહી છે access_time 3:49 pm IST

  • ભવિષ્યમાં ગાંધી-નહેરુ પરિવારની બહારની વ્યક્તિ કોંગ્રેસ પ્રમુખ હોઈ શકે છે :સોનિયા ગાંધી access_time 11:55 pm IST