Gujarati News

Gujarati News

News of Thursday, 9th February 2023

દિગ્ગજ એક્ટર પ્રભાસ બિમાર પડતા હોસ્પિટલમાં દાખલ કરાયો :'આદિપુરુષ'નું શૂટિંગ કેટલાક દિવસો માટે અટક્યું

બાહુબલી એક્ટરને અસહ્ય તાવ આવતા હોસ્પિટલમાં દાખલ થવું પડ્ચું:ડોક્ટરોએ તેને આરામ કરવાની સલાહ આપી

મુંબઈ :સાઉથ સિનેમા જગતનો દિગ્ગજ એક્ટર પ્રભાસને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે. પ્રભાતની તબીયત ખરાબ થઈ હોવાના અહેવાલો મળી રહ્યા છે, જેના કારણે દિગ્દર્શક ઓમ રાઉતના નિર્દેશનમાં બની રહેલી તેમની મોસ્ટ અવેટેડ ફિલ્મ 'આદિપુરુષ'નું શૂટિંગ અધવચ્ચે જ અટકાવવું પડ્યું હતું.

 મીડિયા અહેવાલો મુજબ તાજેતરમાં જ પ્રભાતનું સ્વાસ્થ્ય અચાનક ખરાબ થયું. માહિતી મુજબ બાહુબલી એક્ટરને અસહ્ય તાવ આવતા હોસ્પિટલમાં દાખલ થવું પડ્ચું છે. પ્રભાત હોસ્પિટલમાં દાખલ થતાં ડોક્ટરોએ તેને આરામ કરવાની સલાહ આપી છે, જેના કારણે પ્રભાસ સ્ટારર હિન્દી સિનેમાના દિગ્ગજ ડાયરેક્ટર ઓમ રાઉની અપકમિંગ ફિલ્મ આદિપુરુષના શૂટિંગને કેટલાક દિવસો માટે અટકાવી દેવામાં આવ્યું છે.

મળતી માહિતી મુજબ પ્રભાત સંપૂર્ણ સાજો થયા બાદ જ આદિપુરૂષના સેટ પર પરત ફરશે. આ સમાચારો સામે આવતાં જ ફેન્સ પ્રભાતના જલ્દી સાજા થવાની પ્રાર્થના કરી રહ્યા છે. ઉલ્લેખનિય છે કે, ફિલ્મ બાહુબલી અને બાહુબલી-2 દ્વારા પ્રભાસે લોકોના દિલોદિમાગમાં છવાયો છે.

(11:13 pm IST)