Gujarati News

Gujarati News

News of Thursday, 9th February 2023

છત્તીસગઢમાં સ્કૂલ રીક્ષા અને ટ્રક વચ્ચે અકસ્માતમાં 8 બાળકોના ઘટનાસ્થળે જ મોત: રિક્ષાનો કચ્ચરઘાણ

અન્ય ઘાયલ બાળકોને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવાયા : મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે કાંકેર જિલ્લામાં સ્કૂલ રિક્ષા અને ટ્રક વચ્ચે થયેલી દર્દનાક દુર્ધટના અંગે ટ્વિટ કરીને શોક વ્યક્ત કર્યો

છત્તીસગઢ રાજ્યમાં કાંકેર જિલ્લામાં સ્કૂલ રિક્ષા અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે જેમાં અત્યાર સુધીમાં 8 બાળકોના મોત નિપજ્યા છે જ્યારે અન્ય ઘાયલ બાળકોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. બીજી તરફ આ બનાવની જાણ થતા જ સ્થાનિક-પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચીને બચાવ કામગીરીમાં લાગી ગયો હતો અને તેમજ બાળકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધા છે. પોતાના બાળકોના મોતના સમાચાર મળતા જ માતા-પિતા સહિતના પરિવાર પર આભ તૂટી પડ્યું છે.

  બપોરે છત્તીસગઢના કાંકેર જિલ્લામાં એક સ્કૂલ રિક્ષા બાળકોને શાળામાંથી છૂટીને ઘરે લઈ જઈ રહી હતી તે દરમિયાન એક ટ્રકે રિક્ષાને ટક્કર મારી હતી જેના પગલે ઓટો હવામાં ફગોળાઈને કચ્ચરઘાણ વળી ગયો હતો તેમાં બેઠેલા 8 બાળકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા જ્યારે અન્ય ઘાયલ બાળકોને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવાયા છે.

છત્તીસગઢ મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે કાંકેર જિલ્લામાં સ્કૂલ રિક્ષા અને ટ્રક વચ્ચે થયેલી દર્દનાક દુર્ધટના અંગે ટ્વિટ કરીને શોક વ્યક્ત કર્યો છે અને મૃતકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી.

(8:39 pm IST)