Gujarati News

Gujarati News

News of Thursday, 9th February 2023

અદાણી ગ્રૂપ વિરુદ્ધ હિંડનબર્ગ રિપોર્ટની તપાસની માંગ કરતી અરજીઓ પર આવતીકાલ 10 ફેબ્રુઆરીના રોજ સુપ્રીમ કોર્ટમાં સુનાવણી


ન્યુદિલ્હી :સુપ્રીમ કોર્ટ આવતીકાલે અદાણી ગ્રૂપ સામે હિંડનબર્ગ રિપોર્ટની તપાસની માંગ કરતી બે PILની સુનાવણી કરશે.

આ પીઆઈએલ એડવોકેટ એમએલ શર્મા અને વિશાલ તિવારીએ દાખલ કરી છે. પીટીશનર એડવોકેટ વિશાલ તિવારીએ આજે તાકીદની યાદી માટે ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ, જસ્ટિસ પીએસ નરસિમ્હા અને જસ્ટિસ જેબી પારડીવાલાની બેન્ચ સમક્ષ આ બાબતનો ઉલ્લેખ કર્યો હતો.

શું છે મામલો? તેવું નામદાર જજે પૂછતાં એડવોકેટ વિશાલ તિવારીએ કહ્યું, "આવી એક અરજી આવતીકાલે પણ આવી રહી છે. તે હિંડનબર્ગ રિપોર્ટ સાથે સંબંધિત છે જેણે દેશની છબીને કલંકિત અને નુકસાન પહોંચાડ્યું છે.
 

અન્ય મામલાની સાથે આવતીકાલે તેની સુનાવણી થઈ શકે છે." તિવારીએ દાખલ કરેલી પીઆઈએલમાં હિંડનબર્ગ રિસર્ચ રિપોર્ટની તપાસ માટે સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશની અધ્યક્ષતામાં સમિતિની રચનાની માંગ કરવામાં આવી છે. CJI વિનંતી સાથે સંમત થયા અને PIL ને બીજી PIL સાથે ટેગ કરવાનો નિર્દેશ આપ્યો જે આવતીકાલે (10 ફેબ્રુઆરી 2023) માટે સૂચિબદ્ધ છે.તેવું એલ.એલ.એચ.દ્વારા જાણવા મળે છે.

(7:54 pm IST)