Gujarati News

Gujarati News

News of Thursday, 9th February 2023

કેલિફોર્નિયાના પાર્કમાંથી છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા ગાયબ:સેન જોસના સિસ્ટર સિટી પુણે તરફથી ભેટ મળી હતી

ન્યૂ યોર્ક: કેલિફોર્નિયાના સેન જોસના એક પાર્કમાંથી મરાઠા શાસક છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા ગુમ થઈ હોવાની માહિતી મળી છે.

ગુઆડાલુપે રિવર પાર્ક ખાતેની પ્રતિમા પુણે, સેન જોસના સિસ્ટર સિટી તરફથી ભેટ હતી અને ઉત્તર અમેરિકામાં તે શિવાજી મહારાજની એકમાત્ર પ્રતિમા હતી.

સેન જોસ ડિપાર્ટમેન્ટ ઑફ પાર્ક્સ, રિક્રિએશન એન્ડ નેબરહુડ સર્વિસે 3 ફેબ્રુઆરીના રોજ ટ્વિટ કર્યું હતું કે, "અમને અમારા સમુદાયને જણાવતા ખેદ થાય છે કે ગુઆડાલુપે રિવર પાર્કમાં શ્રી છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા ગુમ છે."

પાર્કના અધિકારીઓએ એ જણાવ્યું ન હતું કે પ્રતિમા ક્યારે ગમ થઇ હતી.

ટ્વિટર પોસ્ટમાં નેતાને ઘોડા પર બેસાડતી પ્રતિમાનો ફોટો શેર કરવામાં આવ્યો હતો અને તેની સાથે હાલમાં ગુમ થયેલી પ્રતિમાનો ફોટો પણ શેર કર્યો હતો

પાર્ક્સ, રિક્રિએશન એન્ડ નેબરહુડ સર્વિસીસ વિભાગે માહિતી આપી હતી કે અધિકારીઓ ચોરીની તપાસ કરી રહ્યા છે.
 

“શહેર ખૂબ જ દુઃખી છે કે આ સીમાચિહ્ન ચોરાઈ ગયું છે. અમે સોલ્યુશન શોધવા માટે સમુદાયના નેતાઓ સાથે કામ કરી રહ્યા છીએ અને જેમ અમને તેઓ પ્રાપ્ત થશે તેમ અપડેટ્સ પ્રદાન કરીશું,” ટ્વિટર પોસ્ટમાં વાંચવામાં આવ્યું છે તેવું એન.આર.આઈ.પલ્સ દ્વારા જાણવા મળે છે.

(6:30 pm IST)