Gujarati News

Gujarati News

News of Thursday, 9th February 2023

દશકો બાદ શ્રીનગરમાં થિયેટર હાઉસફુલઃ મોદી શાહરુખ ખાનની ‘પઠાણ' ફિલ્‍મનો ભારે ક્રેઝ

વડાપ્રધાન મોદી સંસદમાં શ્રીનગરના થિયેટરોનો ઉલ્લેખ કરતા જોવા મળ્‍યા હતા

નવી દિલ્‍હી, તા.૯: વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદી લોકસભામાં ગઈકાલે કાવ્‍યાત્‍મક શૈલીમાં દેખાયા હતા. મંગળવારે પોતાના ભાષણમાં વડાપ્રધાને મોદી સરકારને ઘેરવા બદલ કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી પર પીએમએ કટાક્ષ કર્યો હતો.આ સાથે સાથે તેઓ બોલિવૂડ ફિલ્‍મોની પ્રસંશા કરતા જોવા મળ્‍યા હતા. શાહરુખ ખાન દીપિકા પાદુકોણ અને જોન અબ્રાહમની ફિલ્‍મ હાલ થિયેટરોમાં છવાયેલી છે. વડાપ્રધાન મોદી સંસદમાં શ્રીનગરના થિયેટરોનો ઉલ્લેખ કરતા જોવા મળ્‍યા હતા.

વડાપ્રધાન મોદી સામાન્‍ય દર્શકો પર હાલમાં આવેલી ફિલ્‍મના પ્રભાવ વિશે જણાવતા કહ્યું કે, શ્રીનગરના થિયેટરો દશકો પછી હાઉસફુલ ચાલી રહ્યાં છે. વડાપ્રધાન મોદીના ભાષણનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં વડાપ્રધાન મોદી ફિલ્‍મના નામનો ઉલ્લેખ કર્યા વગર પ્રસંશા કરતા જોવા મળી રહ્યાં છે.

૨૫ જાન્‍યુઆરીના રોજ રિલીઝ થયેલી પઠાણ ફિલ્‍મનો બોક્‍સ ઓફિસ પર ભારે ક્રેઝ જોવા મળી રહ્યો છે. આ ફિલ્‍મોએ વર્લ્‍ડ વાઈડ તાબડતોડ ૮૫૦ કરોડની કમાણી કરી છે. ભારતમાં શાહરુખ ખાનની આ ફિલ્‍મે ૫૫૦ કરોડની કમાણી કરી છે. શ્રીનગરના થિયેટરોના ફોટો પણ હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યાં છે.

(4:13 pm IST)