Gujarati News

Gujarati News

News of Thursday, 9th February 2023

કભી કભી મેરે દિલ મેં ખયાલ આતા હૈ

સંસદમાં જયા બચ્‍ચન સામે ખિલ્‍યા આર જેડી સાંસદ મનોજ ઝા

નવી દિલ્‍હી, તા.૯: સંસદના બજેટ સત્રની કાર્યવાહી દરમ્‍યાન બુધવારે બહુ શેર-શાયરી થઇ હતી. તો રાજદ સાંસદ મનોજ ઝા નો ફીલ્‍મી અંદાજ પણ જોવા મળ્‍યો. મનોજ ઝા રાષ્‍ટ્રપતિના અભિભાષણ પર ચર્ચા દરમ્‍યાન કેન્‍દ્ર સરકાર પર નિશાન તાકી રહ્યા હતા. એ દરમ્‍યાન તેમણે એક ફિલ્‍મી ગીતનો પણ ઉલ્લેખ કર્યો હતો.

તેમણે ૧૯૭૬માં આવેલ એક ફિલ્‍મ કભી-કભીના ગીતનો ઉલ્લેખ કર્યો હતો. જો કે એના દ્વારા તેમનું નિશાન સરકાર તરફ હતું. રાજદ સાંસદે કહ્યું, ઉપસભાપતિ મહોદય, જયાજી છે અહીંયા, એક સંદર્ભ હતો એટલે આપને જ કહી રહ્યો છું. એક ફિલ્‍મ હતી કભી કભી, તેમાં એક સારી લાઇન હતી. કભી કભી મેરે દિલ મે ખયાલ આતા હૈ' બાકી આગળ જે છે તે હું નહી કહું કેમ કે સંદર્ભ બીજો છે.ત્‍યાર પછી મનોજ ઝા એ કહ્યું કે જો રાજકીય જીવનમાં આપણા રાષ્‍ટ્રપતિ જો જાતે પોતાનું ભાષણ લખે તો કદાચ એ સ્‍તુતિગાન ના હોત જે આટલા પાનાનું છે. ઘણી બાબતો કાયમ થતી હોય એ સારી જ હોય એવુ જરૂરી નથી. કેમ કે અભિભાષણની હકીકત અને જમીની તથ્‍યો મેળ નથી ખાતા જે ચિંતાનો વિષય છે.

(4:10 pm IST)