Gujarati News

Gujarati News

News of Thursday, 9th February 2023

આ છે ભારતનું પર્સનલ ‘ચેટજીપીટી'

ઉદ્યોગપતિ આનંદ મહિન્‍દ્રએ રીસન્‍ટ્‍લી ટ્‍વિટર પર ભારતના પર્સનલ ચેટજીપીટીનો એક ફોટોગ્રાફ શેર કર્યો હતો

નવી દિલ્‍હી,તા. ૯: અત્‍યારે દુનિયાભરમાં ચેટજીપીટીની ચર્ચા થઈ રહી છે. અનેક લોકો આ નવા આર્ટિફિશ્‍યલ ઇન્‍ટેલિજન્‍સ ટૂલનો ઉપયોગ કરી રહ્યા છે અને એનાં રિઝલ્‍ટને સોશ્‍યલ મીડિયા પર શેર કરી રહ્યા છે. વેલ, આ ચેટબોટ હવે એટલું પોપ્‍યુલર બની ગયું છે કે હવે ઇન્‍ડિયાનું પોતાનું ચેટજીપીટી છે.

ઉદ્યોગપતિ આનંદ મહિન્‍દ્રએ રીસન્‍ટ્‍લી ટ્‍વિટર પર ભારતના પર્સનલ ચેટજીપીટીનો એક ફોટોગ્રાફ શેર કર્યો હતો.

એ વાસ્‍તવમાં ‘ચેટ જીપીટી'નામના પાણીપૂરીના સ્‍ટોલનો ફોટોગ્રાફ છે. એનાથી ઇમ્‍પ્રેસ થયેલા આ ઉદ્યોગપતિએ એ ઇમેજની સાથે કેપ્‍શન લખી હતી કે આ ફોટોગ્રાફ ફોટોશોપ કરેલો હોય એમ જણાય છે, પરંતુ એ હોશિયારી છે. જોકે આપણે જાણીએ છીએ કે દરેક બાબતનું કેવી રીતે ભારતીયકરણ કરવું અને સુસ્‍પષ્ટ કરવી.

સ્‍વાભાવિક રીતે આ પોસ્‍ટે અનેક લોકોનું ધ્‍યાન ખેંચ્‍યું હતું. નેટિઝન્‍સ શબ્‍દોની રમતથી ઇમ્‍પ્રેસ થયા છે અને એ પોસ્‍ટ પર અનેક કમેન્‍ટ્‍સ આવી છે.

એક વ્‍યક્‍તિએ આ પોસ્‍ટ પર કોમેન્‍ટ કરી હતી કે, આપણા ભારતીયોમાં દરેક બાબતને નેક્‍સ્‍ટ લેવલ પર લઈ જવાની આવડત છે. હવે પછી કઈ બાબત નેક્‍સ્‍ટ લેવલ પર લઈ જવામાં આવશે એ જોવા અને એ માણવા માટે હું આતુર છું. અન્‍ય એક યુઝરે લખ્‍યું હતું કે પાણીપૂરી સર્વ કરવામાં એઆઇ મદદરૂપ થઈ શકે છે.

(10:19 am IST)