Gujarati News

Gujarati News

News of Thursday, 9th February 2023

તુર્કીમાં દસ ભારતીયો ફસાયા, એક ગુમ; વિદેશ મંત્રાલય આ તમામના સંબંધીઓના સંપર્કમાં છે. બચાવકર્મીઓએ ત્રણ વર્ષના છોકરા, 'આરિફ કાન'ને કહરામનમારસમાં એક ધરાશાયી થયેલી ઇમારતના કાટમાળમાંથી બહાર કાઢ્યો હતો.

છોકરાના પિતા 'એર્તુગ્રુલ કિસી'ને બચાવકર્મીઓ દ્વારા કાટમાળમાંથી પહેલેથી જ બહાર કાઢી લેવામાં આવેલ. વિદેશ મંત્રાલયના સંજય વર્માએ કહ્યું કે, અમે તુર્કીના અદાનામાં કંટ્રોલ રૂમ સ્થાપ્યો  છે. અસરગ્રસ્ત દૂરના વિસ્તારોમાં ૧૦ ભારતીય નાગરિકો ફસાયેલા છે, પરંતુ  સુરક્ષિત છે. એક ભારતીય નાગરિક જે બિઝનેસ ટ્રિપ પર હતો તે ભૂકંપ બાદથી ગુમ છે. અમે તેમના પરિવાર અને કંપનીના સંપર્કમાં છીએ."

(11:20 pm IST)