Gujarati News

Gujarati News

News of Tuesday, 9th February 2021

ગજબના નમૂનાઓ !! ગોવર્ધન પર્વતની શીલા ઓનલાઇન વેચતા'તા

ઇન્ડિયા માટેની વેબસાઇટ ઉપર રૂ. ૫૧૭૫ની એક લેખે ઓનલાઇન શિલા વેચવાની જાહેરાતો મૂકી : સીઇઓ સહિત ૩ની ધરપકડ

મથુરા,તા. ૯ ઇ-કોમર્સ સાઇટ પર આસ્થાનો પણ કારોબાર ચાલી રહ્યો છે. કેટલાક લોકોએ મથુરા ગોવર્ધન પર્વતની શીલાઓનો ઓનલાઇન વેપાર ચાલુ કરી દીધો હતો. મામલો જાહેર થયા પછી ઓનલાઇન કંપની ઇન્ડીયા માટેના સીઇઓ દિનેશ અગ્રવાલ, કંપનીના કો-ફાઉન્ડર બ્રજેશ અગ્રવાલ અને સપ્લાયર અંકુર અગ્રવાલને ગીરફતાર કરી લેવાયા છે.

ઇન્ડીયા માર્ટની વેબસાઇટ પર ગોવર્ધન પર્વતની શીલાને ઓનલાઇન વેચવાની જાહેરાત કરાઇ હતી. જેમાં દાવો કરાયો હતો કે આ શીલા કુદરતી છે. વેબસાઇટ પર એક શીલાની કિંમત ૫૧૭૫ રૂપિયા દર્શાવાઇ હતી. વેબસાઇટ પર ચેન્નઇની એક ફર્મના સરનામા સાથે વેચાણકર્તા કંપની અને દુકાનનું પણ સરનામુ મુકવામાં આવ્યું હતું.

મથુરાના સામાજીક કાર્યકર કેશવ મુખિયાની ફરિયાદ પર ગોવર્ધન પોલીસ સ્ટેશનમાં ઇન્ડીયા માર્ટ વિરૂધ્ધ કેસ નોંધવામાં આવ્યો હતોે અધિકારીઓનું કહેવું છે કે આ કેસમાં આ પોલીસ સ્ટેશનમાં જ દસ વધુ ફરિયાદો નોંધાયેલી હતી. તેમને સાથે જોડીને તપાસ કરવામાં આવી રહી હોવાનું રાજસ્થાન પત્રિકામાં પ્રસિધ્ધ થયું છે.

શિલાઓના ઓનલાઇન વેપારથી આક્રોશીત લોકોએ કડક કાર્યવાહીની માંગણી કરી છે. મથુરાના સંત સિયારામ બાબાએ કહ્યુ કે ગોવર્ધનનો વેપાર કરવોએ દેવતાના ક્રોધને આમંત્રિત કરવા જેવુ થશે. નિર્મોહી અખાડાના પ્રવકતા સીતારામ બાબાએ આ વેબસાઇટને પ્રતિબંધિત કરવાની માંગણી કરી છે.

(11:46 am IST)