Gujarati News

Gujarati News

News of Saturday, 9th February 2019

ચર્ચાસ્પદ શારદા ચિટ શું છે

૨૫૦૦ કરોડથી વધુની ગેરરીતિ પકડાઈ હતી

શિલોંગ, તા. ૯ : શારદા ચિટ ફંડ કૌભાંડના મામલામાં કોલકાતાના પોલીસ કમિશનર રાજીવકુમાર સુપ્રીમ કોર્ટના આદેશ બાદ આજે આખરે સીબીઆઈની ઓફિસમાં હાજર થયા હતા. ત્યારબાદ તેમની આકરી પુછપરછનો સિલસિલો શરૂ થયો હતો. રવિવારના દિવસે પણ પુછપરછ જારી રહે તેવા સંકેત દેખાઈ રહ્યા છે. આજે શિલોંગમાં સીબીઆઈના અધિકારીઓએ પુછપરછ હાથ ધરી હતી. કુમાર ઉપર શારદા ચિટ ફંડ કૌભાંડમાં પુરાવાને નષ્ટ કરવાનો આક્ષેપ છે. સુપ્રીમ કોર્ટે તેમને તપાસમાં સહકાર કરવા માટે આદેશ કર્યા બાદ રાજીવકુમાર પહોંચ્યા છે. શારદા ચીટ ફંડ કૌભાંડને લઇને દેશભરમાં ચર્ચા છે ત્યારે શારદા ચિટ ફંડનો ઘટનાક્રમ અને કૌભાંડની વિસ્તૃત માહિતી નીચે મુજબ છે.

   શારદા ગ્રુપની ૨૦૦ ખાનગી કંપનીઓનું કન્સોર્ટિયમ અનેક મૂડીરોકાણ સ્કીમો ચલાવી રહી હતી. આ લોકોએ ૧.૭ મિલિયન મૂડીરોકાણકારો પાસેથી ૩૫૦૦ કરોડ રૂપિયા એકત્રિત કરી લીધા હતા. એપ્રિલ ૨૦૧૩માં તેનું પતન થતાં પહેલા સીબીઆઈએ ૨૫૦૦ કરોડ રૂપિયાની ગેરરીતિ પકડી પાડી હતી

   આઈટી, ઇડી દ્વારા શારદા કૌભાંડ અને તેના જેવી અન્ય પોન્જી સ્કીમોમાં ઉંડી તપાસ હાથ ધરી હતી

   મે ૨૦૧૪માં સુપ્રીમ કોર્ટે આંતર રાજ્ય જટિલ સ્થિતિ દર્શાવીને આમા આંતરરાષ્ટ્રીય મની લોન્ડરિંગ, ગંભીર રેગ્યુલેટરી નિષ્ફળતા, રાજકીય સાંઠગાંઠને ધ્યાનમાં લઇને આ તમામ તપાસને સીબીઆઈને સોંપી દીધી હતી જેમાં શારદા અને અન્ય પોન્જી સ્કીમોનો સમાવેશ થાય છે

   એપ્રિલ ૨૦૧૩માં શારદાના સ્થાપક અને કૌભાંડકારી સુદિપ્ત સેને ૧૮ પાનાનું જુબાનીપત્ર સીબીઆઈને આપ્યું હતું જેમાં સેને કબૂલાત કરી હતી કે, તેઓએ જંગી નાણાં ચુકવ્યા હતા. કેટલાક રાજકારણીઓને, વેપારીઓને, પત્રકારોને અને અન્ય મોડેસ ઓપરેન્ડી ધરાવતા લોકોને નાણાં ચુકવવામાં આવ્યા હતા

   આ સ્કીમોમાં નાણાં જમા કરવા લાખો રોકાણકારોને લાલચ આપવામાં આવીહોવાની વાત પણ કબૂલવામાં આવી હતી. ટીએમસીના નજીકના લોકો પણ આમા હતા

   શારદામાં કાર્યવાહી હાથ ધરાયા બાદ બંગાળ, આસામ, દિલ્હી, ઉત્તરપ્રદેશ અને મહારાષ્ટ્રમાં એક હજાર કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરવામાં આવી હતી જેમાં ફ્લેટ, બંગલાઓ, બેંક ડિપોઝિટ, જમીનો, રિસોર્ટ, સ્કુલો, ડેરી ફાર્મ, વાહનોનો સમાવેશ થાય છે

(7:42 pm IST)