Gujarati News

Gujarati News

News of Saturday, 9th February 2019

જમ્મુ - કાશ્મીર : હિમસ્ખલન : બરફ નીચે દટાયેલા ૫ પોલીસ કર્મચારી સહિત ૭ મૃતદેહો બહાર કઢાયા

કુલ ૧૦ પોલીસ કર્મી. દટાયા'તાઃ ૧ હજુ લાપત્તા

કુલગામ તા. ૯ : જમ્મુ કાશ્મીરના કુલગામ જિલ્લામાં જવાહર ટનલ વિસ્તારમાં હિમસ્ખલનને કારણે ૫ પોલીસકર્મી બરફનીચે દબાયેલા ૭ મૃતદેહને બાહર કાઢવામાં આવ્યા હતા. હજુ પણ એક પોલીસ કર્મચારની તપાસ ચાલું છે જે લાંબા સમયથી લાપતા છે. રેસકયુ ટીમ તેમની તપાસ કરી રહી છે. શુક્રવારે સવારે બરફ નીચે દબાયેલા બે પોલીસ કર્મચારીઓને બાહર કાઢવામાં આવ્યા હતા. જેની હાલત થોડી સારી હોવાનું જાણવા મળ્યું હતું. જમ્મુ કાશ્મીરના કુલગામ જિલ્લામાં ગુરુવારે થયેલી હિમવર્ષાને પગલે અહીં શુક્રવારે હિમસ્ખલન થયું હતું. આ વિસ્તારમાં કુલ ૧૦ પોલીસકર્મીઓ બરફ નીચે દટાયા હોવાનું જાણવા મળ્યું હતું.

જવાહર ટનલ પાસે થેયલા હિમસ્ખલનને કારણે ૧૦ પોલીસ કર્મી બરફ નીચે ફસાયા હોવાનું કાશ્મીર પોલીસે જણાવ્યું હતું. બીજા કેટલાક પોલીસ કર્મીને સુરક્ષિત ખસેડી લેવાયા હતા પણ ૧૦ પોલીસકર્મી આ કુદરતી આફતનો ભોગ બન્યા હતા. જેની જાણ થતા જ તાત્કાલિક રેસકયુ ઓપરેશન શરૂ કરી દેવામાં આવ્યું હતું. આ અંગેની જાણકારી જમ્મુ કાશ્મીર પોલીસે ટ્વિટર પર પોસ્ટ કરી હતી.

જમ્મુ કાશ્મીરના હવામાનમાં આવેલા એકાએક પલટાને કારણે જમ્મુ સહિતના જિલ્લાઓમાં હિમવર્ષા થઈ હતી. જેના કારણે તાપમાનનો પારો પણ ગગડ્યો હતો. હિમવર્ષાના બીજા દિવસે પણ વાતાવરણ ખરાબ રહ્યું હતું. જેને ઘ્યાને લઈને ગત બુધવારે હવામાન વિભાગે ભારે હિમવર્ષાની આગાહી કરી હતી. ખાસ કરીને પર્વતીય વિસ્તારોમાં ખાસ એલર્ટ આપવામાં આવ્યું હતું. પરંતુ, હિમસ્ખલનને કારણે વાહનવ્યહારોને પણ માઠી અસર થઈ હતી.(૨૧.૧૧)

(10:54 am IST)