Gujarati News

Gujarati News

News of Friday, 9th February 2018

મમતા દીદીએ હાર્દિક પટેલને આપ્યું પાર્ટીમાં જોડાવવા આમંત્રણ

લોકસભા ચૂંટણીમાં તૃણમૂલ કોંગ્રેસ માટે હાર્દિક પટેલે પ્રચાર કરાવાનો નિર્ણય લીધો

અમદાવાદ :પાસ કન્વીનર હાર્દિક પટેલે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી સાથે મુલાકાત કરી હતી. બન્ને નેતાઓ વચ્ચે 2019 લોકસભા ચૂંટણીને લઈને ચર્ચા થઈ હતી.જેમાં વર્ષ 2019 લોકસભા ચૂંટણીમાં તૃણમૂલ કોંગ્રેસ માટે હાર્દિક પટેલે પ્રચાર કરાવાનો નિર્ણય લીધો છે

   મમતા બેનરજી સાથેની મુલાકાત બાદ હાર્દિક પટેલે જણાવ્યું હતું કે,મમતા દીદીએ મને તેમની પાર્ટીમાં જોડાવા આમંત્રણ આપ્યું છે.મને જ્યાર જરૂર જણાશે ત્યારે મમતાજીનો સાથ લઈશ. હાર્દિક પટેલે મમતા બેનરજીને ગુજરાત આવવા માટે પણ આમંત્રણ આપ્યું હતું.

 

(11:54 pm IST)
  • માલદીવના રાજકીય સંકટમાં બે ભારતીય પત્રકારોની ધરપકડ કરવામાં આવી છે. આ બંને પત્રકારો જાણીતી ન્યૂઝ એજન્સી AFPમાં કામ કરતા હતા. મળતા અહેવાલ મુજબ અમૃતસરના મણી શર્મા અને લંડનમાં રહેતા ભારતીય મૂળના પત્રકાર આતિશ રવજી પટેલની માલદીવના રાષ્ટ્રીય સુરક્ષા કાયદા અંતર્ગત ધરપકડ કરવામાં આવી છે. access_time 9:43 pm IST

  • હનીટ્રેપ : વધુ એક ભારતીય ઓફિસર પાકિસ્તાની જાળમાં ફસાયો : ભારતીય વાયુસેનાનાં ગ્રુપ કેપ્ટન અરુણ મારવાહ પર પાકિસ્તાની જાસૂસી એજન્સીને સીક્રેટ માહિતી અને દસ્તાવેજો આપ્યાં હોવાનો આરોપ લાગ્યો : સેક્સ ચેટના ચક્કરમાં અરુણ મારવાહે માહિતી લીક કરી હોવાનું અનુમાન : લલનાઓની લાલચમાં દેશને પણ વેંચી દેવા તૈયાર થઈ ગયો હતો ઓફિસર : સ્પેશિયલ સેલના ડીસીપી પ્રમોદ કુશવાહાએ, અરુણ મારવાહની ધરપકડની પુષ્ટિ કરી છે. access_time 1:02 pm IST

  • અયોધ્યામાં રામમંદિર નિર્માણની શ્રીશ્રી રવિશંકરની ફોર્મ્યુલા પત્રકાર હાજી મહેબૂબે ફગાવી - શ્રી શ્રી રવિશંકરે મુસ્લિમ નેતાઓ સાથે બેઠક કરી - રામમંદિર વિવાદનો ઉકેલ કોર્ટની બહાર લાવવામાં આવે તેના પર ચર્ચા કરવામાં આવી access_time 2:41 pm IST