Gujarati News

Gujarati News

News of Friday, 9th February 2018

ગુજરાતના યુવાન ૨૯ વર્ષીય મોહીન વાડીવાલાએ કેનેડામાં ભારતનું ગૌરવ વધાર્યુઃ કેનેડાની અન્‍ડર ૧૯ ક્રિકેટ ટીમના ફીઝીયોથેરાપિસ્‍ટ તરીકે પસંદગી

સુરતઃ ગુજરાતના સુરત શહેરના યુવાન મોહીન મહેન્‍દ્રભાઇ વાડીવાલાએ બેંગલોરમાંથી ફીઝીયોથેરાપીની ડીગ્રી મેળવી માસ્‍ટર ડીગ્રી માટે કેનેડા જવાનું નક્કી કર્યુ જયા ૨૦૧૩ની સાલમાં માસ્‍ટર ડીગ્રી મેળવી સ્‍થાનિક સ્‍પોર્ટસ કલબ વિગેરેમાં આપેલી માનદ સેવાઓએ તેનું નસીબ ચમકાવી દીધુ હોવાનું જાણવા મળે છે જે મુજબ ૨૦૧૭ની સાલમાં કેનેડાની અન્‍ડર ૧૯ ક્રિકેટ ટીમના ફીઝીયોથેરાપીસ્‍ટ તરીકે પસંદ થઇ તેણે ભારતનું ગૌરવ વધાર્યુ છે.

હાલમાં તે લગ્નગ્રંથિથી જોડાવા માટે સુરત આવેલ છે તે આગામી ૧૦ તારીખે લગ્નગ્રંથિથી જોડાશે તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે

(9:33 pm IST)