Gujarati News

Gujarati News

News of Friday, 9th February 2018

ઇન્ટરનેશનલ ઇન્ટેલેકચ્યુઅલ પ્રોપર્ટીની બાબતમાં

ભારતનો નંબર ૪૪મો

અમેરિકાની ચેમ્બર્સ ઓફ કોમર્સના એક રિપોર્ટ મુજબ આંતરરાષ્ટ્રીય બૌદ્ધિક પ્રોપર્ટીની બાબતે ૫૦ દેશોની યાદીમાં ભારતનો ૪૪મો નંબર છે. ગયા વર્ષે ૪૫ દેશોની યાદીમાં ભારતનો નંબર ૪૩મો હતો. ભારતનો ઓવરઓલ સ્કોર ૨૫ ટકા જેટલો વધીને ૧૨.૦૩ પ્રોઇન્ટ્સ થયો છે. અમેરિકન ચેમ્બર્સ ઓફ કોમર્સના ગ્લોબલ ઇનોવેશન પોલિસી સેન્ટરના વાર્ષિક રિપોર્ટ મુજબ યુનાઇટેડ સ્ટેટ્સ ૩૭.૯૮ પોઇન્ટ્સ સાથે ટોપ પર છે. એ પછી બ્રિટન ૩૭.૯૭ અને સ્વીડન ૩૭.૦૩ પોઇન્ટ સાથે બીજા અને ત્રીજા નંબરે છે.

(4:43 pm IST)