Gujarati News

Gujarati News

News of Friday, 9th February 2018

અરૂણાચલ પ્રદેશના બોમજા ગામમાં દરેક પરિવાર બની ગયો છે કરોડપતિ

નવી દિલ્હી તા.૯: ભારતમાં કરોડપતિઓની સંખ્યા ઘણી છે અને જો તમે માનતા હો કે પૂર્વ ભારત એમાં પાછળ છે તો એવું જરાય નથી. અરૂણાચલ પ્રદેશમાં છેલ્લા કેટલાક વર્ષોમાં આવેલા બદલાવને કારણે એક ગામનો લગભગ દરેક પરિવાર કરોડપતિ થઇ ગયો છે. તવાંગ જિલ્લાના બોમજા ગામની આ હકીકત છે. આ ગામ એશિયાના સૌથી વધુ કરોડપતિઓ ધરાવતા ગામોની યાદીમાં સામેલ થઇ ગયું છે. તવાંગમાં આર્મી દ્વારા સૈન્ય સુરક્ષા થાણું બનાવવા માટે બોમજા ગામના ૩૧ પરિવારોેેએ પાંચ વર્ષ પહેલા પોતાની જમીન આપી હતી. આ ગામની કુલ બસો એકર જમીન સરકારે અધિગ્રહિત કરી હતી, પરંતુ એનું વળતર નહોતું આપ્યું. ગામલોકોના ખાસ્સા વિરોધ-પ્રદર્શન, નારાજગી પછી સરકારે વળતર આપ્યું હતું. મુખ્ય પ્રધાન પ્રેમા ખાંડુએ એક સમારોહમાં ૨૯ પરિવારોને ૧.૦૯ કરોડ, એક પરિવારને ૨.૪૫ કરોડ અને એકને ૬.૭૩ કરોડ એમ વળતર આપીને તેમને રાતોરાત કરોડપતિ બનાવી દીધા હતા.

(12:45 pm IST)