Gujarati News

Gujarati News

News of Friday, 9th February 2018

માલદીવમાં સ્થિતિ વણસતી જશે : યુનો

યુનોના એક અધિકારી મિરોસ્લાવ જેન્કોએ યુનોની સુરક્ષા સમિતિને ચેતવણી આપી છે કે માલદીવના રાષ્ટ્રપતિ અબ્દુલ્લા યામીને દેશમાં કટોકટી લાદી દીધી છે અને આગામી દિવસોમાં સ્થિતિ વધુ ખરાબ બનશે : તેમણે કહ્યુ કે અત્યારે હિંસાની ઘટના નથી પણ હવે પછી સ્થિતિ ખૂબ ખરાબ થઈ શકે છે : યુનોમાં માલદીવ અંગે પ્રથમ વખત ચર્ચા થઈ છે : જો કે આ બેઠક પછી પણ કોઈ નિવેદન જાહેર થયુ નથી : પૂર્વ રાષ્ટ્રપતિ મોહમ્મદ નશીદ સહિત ૯ રાજકીય નેતાઓને છોડી દેવાના માલદીવની સુપ્રિમ કોર્ટે હુકમો આપ્યા પછી સ્થિતિ બગડી છે : કટોકટી જાહેર કરી સુપ્રિમના ન્યાયાધીશોને પણ પૂરી દેવામાં આવ્યા છે : જો કે સુપ્રિમે દબાણ હેઠળ પાછળથી આ હુકમો રદ્દ કર્યા હતા.

(12:49 pm IST)