Gujarati News

Gujarati News

News of Saturday, 9th January 2021

કન્ફયુઝન દુરઃ સરકારે કરી સ્પષ્ટતાઃ ર લાખ સુધીની જવેલરીની ખરીદી પર કોઇ ડોકયુમેન્ટ આપવા નહિ પડેઃ મહિનાભરમાં ૧ ગ્રાહકને ૧૦ લાખ કે તેથી વધુની જવેલરી વેચાશે તો KYCનો નવો નિયમ લાગુ પડશે

નવી દિલ્હી : સરકારે સ્પષ્ટતા કરી છે કે ર લાખ સુધીની જવેલરીની ખરીદી પર કોઇ KYCના નિયમ લાગુ નથીઃ મોટી રકમની ખરીદી પર જ લાગુ થશેઃ જો મહિનાભરમાં એક ગ્રાહકને ૧૦ લાખ કે તેથી વધુની જવેલરીનું વેંચાણ થશે તો KYCનો નવો નિયમ લાગુ થશેઃ આનો અર્થ એ કે જો તમે મહિનાભરમાં ર લાખથી ઓછામાં રોકડમાં ૩-૪ વખત ખરીદી કરી હોય અને એ રકમ ૧૦ લાખ કે તેથી વધુ હોય તો ગ્રાહકે   KYC આપવા પડશેઃ મોટી ખરીદી માટે જ આધાર, પાનકાર્ડ વગેરેની જરૂર પડશે.

(3:34 pm IST)