Gujarati News

Gujarati News

News of Saturday, 9th January 2021

શિકાગો પોલિસ યુનિયનના પ્રમુખને પાણીચુ આપવાની માંગણી

વોશીંગ્ટનના તોફાનો પછી તેણે આપેલા બયાનોથી વિવાદ

શિકાગોઃ શિકાગોની કાઉન્સીલ ઓફ અમેરિકન-ઇમ્લામિક રીલેશન (CAIR) ઓફિસે ગુરૂવારે ફરીથી શિકાગોના પોલીસ અધિકારી જોહન કેટનઝારાને પાણીચુ આપવાની માંગણી કરી છે. કેટનઝારા શિકાગોના સૌથી મોટા પોલિસ યુનિયના પ્રમુખ છે. આખા દેશને હચમચાવી નાખનાર અને ચાર જણનો ભોગ લેનાર રાજધાની ખાતેના તોફાનોનો તેણે બચાવ કર્યા પછી આ માંગણી કરવામાં આવી છે.

કેટનઝારાએ બુધવારે રેડીયો પર આ તોફાનોનો બચાવ કરતા કહ્યું હતું કે ટોળાએ કોઇ હિંસા નથી કરી. તેમણે સેનેટ ચેમ્બર સુધી પહોંચવાના માર્ગમાં આડા ઉભેલા સુરક્ષા કમચારીઓને ધક્કો માર્યો હતો. બીજું કોઇ નુકશાન તેમણે નહોતુ કર્યુ. કેટનઝારાએ આ ઘટનાને ટ્રેસપાસીંગ અને હતાશનો અવાજ ગણાવ્યો હતો.

(CAIR) - શિકાગોના ઇડી અહમદ રેહાબે કહ્યું કે કેટનઝારાએ આ પહેલા પણ મુસ્લિમો માટે એવું કહ્યું હતું કે તેઓ બધાને એક એક બુલેટની જરૂર છે. તેમની સાથે વહેવાર કરવાનો સારામાં સારો માર્ગ તેમને આતંકવાદી જાહેર કરી દેવાનો છે. રેહાબે કહ્યું કે કેટનઝારાએ આ પહેલા પણ ઘણીવાર તેની મુસ્લિમ વિરોધી માનસિકતા તેના સોશ્યલ મીડીયામાં એકાઉન્ટરમાં જાહેર કરી છે અને તે બાબતે ઘણી ફરીયાદો પણ થઇ છે. અમે હવે શિકાગો પોલીસ દ્વારા તેમની સામે શું પગલા લેવાય છે તેની રાહ જોઇ રહ્યા છે.

(2:42 pm IST)