Gujarati News

Gujarati News

News of Saturday, 9th January 2021

મોબાઇલ ફોનમાં પોર્ન વિડિયો જોયા બાદ

શારીરિક સંબંધમાં વિચિત્ર આસનના ઉપયોગ બાદ યુવકનું મોત

નાગપુર,તા. ૯: મોબાઈલ ફોનમાં પોર્ન વીડિયો જોયા બાદ વિચિત્ર આસન સાથે શારીરિક સંબંધ બાંધવાની લાયમાં યુવકે જીવ ગુમાવ્યો હોવાની ઘટના નાગપુરની લોજમાં બની હતી. એકાએક ખુરશી ઊંધી વળી જતાં યુવકના ગળા ફરતે રસ્સીનો ગાળિયો ભીંસાઈ ગયો હોવાનું પોલીસનું કહેવું છે.

મળતી માહિતી અનુસાર ઘટના ગુરુવારે નાગપુરમાં સાવની તાલુકાના ખાપરખેડા તાલુકા પોલીસની હદમાં આવેલા દહેગાંવ રંગારી વિસ્તારની એક લોજમાં બની હતી. ૨૭ વર્ષનો એન્જિનિયર યુવક હાલમાં બેરોજગાર હોવાનું જાણવા મળ્યું હતું. પરિણીત યુવકના પરિણીત યુવતી સાથે અનૈતિક સંબંધ હતા અને યુવતીને એક સંતાન સુધ્ધાં હોવાનું પોલીસનું કહેવું છે.

અંગત પળ માણવા માટે બન્ને જણ ગુરુવારે લોજમાં ગયાં હતાં. પોર્ન વીડિયો જોઈને યુવકને વિચિત્ર આસનમાં શારીરિક સંબંધ બાંધવાની ઇચ્છા થઈ હતી. તેની સૂચનાને અનુસરી યુવતીએ ખુરશી પર બેસેલા યુવકના હાથ-પગ રસ્સી વડે બાંધી દીધા હતા. એક રસ્સી યુવકના ગળા ફરતે બાંધી તેનો બીજો છેડો બારીની ગ્રિલ સાથે બાંધવામાં આવ્યો હતો.

પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે શારીરિક સંબંધ બાંધ્યા બાદ યુવતી વોશરૂમમાં ગઈ હતી ત્યારે એકાએક ખુરશી ઊંધી વળી ગઈ હતી. અવાજ સાંભળી મહિલા વોશરૂમમાંથી બહાર આવી ત્યારે યુવક બેભાન થઈ ગયો હતો. તેણે છરી વડે તાત્કાલિક યુવકના હાથ-પગે બાંધેલી રસ્સી કાપી નાખી હતી, પરંતુ ગળા ફરતેની રસ્સી કાપવામાં તેને ખાસ્સી વાર લાગી હતી. બારીની ગ્રિલ સાથે બાંધેલી રસ્સી તણાવાને કારણે ગળાફાંસો લાગી જવાથી યુવકનું મૃત્યુ થયું હોવાનું પ્રાથમિક તપાસમાં જણાયું હતું.

યુવક બેભાન થઈ જતાં યુવતીએ લોજના સ્ટાફને મદદ માટે બોલાવ્યો હતો. બનાવની જાણ થતાં પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી અને યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં ખસેડ્યો હતો. આ મામલે પૂછપરછ માટે પોલીસે યુવતીને તાબામાં લીધી હતી. લોજના મેનેજર, રૂમ સર્વિસ બોય, વેઈટર્સના પણ નિવેદન નોંધવામાં આવશે. તપાસ માટે યુવક-યુવતીના મોબાઈલ ફોન જપ્ત કરવામાં આવ્યા હતા.

(10:22 am IST)
  • કાલે માધવસિંહ સોલંકીના પાર્થિવદેહને અંતિમ દર્શન માટે કોંગ્રેસ કાર્યાલયે રખાશે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને કેન્દ્ર સરકારના પૂર્વ વિદેશમંત્રી મુરબ્બીશ્રી માધવસિંહ સોલંકીના પાર્થિવદેહને અંતિમ દર્શન માટે રાજીવ ગાંધી ભવન, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ, અમદાવાદ ખાતે આવતીકાલે તા. ૧૦ જાન્યુ. રવિવાર બપોરે ૦૩ થી ૦૫ વાગ્યા સુધી રાખવામાં આવશે access_time 3:33 pm IST

  • રિષભ પંત પણ ઈન્જર્ડ : રવિન્દ્ર જાડેજાને પણ ઈજા : ટીમ ઈન્ડિયાની ચિંતામાં વધારો : જાડેજાને સ્ટાર્કની બોલીંગમાં ડાબા અંગૂઠામાં બોલ વાગ્યો હતો : પંતને સ્કેનીંગ માટે લઈ જવાયો access_time 10:40 am IST

  • ' એક મુઠ્ઠી ચાવલ સંગ્રહ ' : આવતીકાલ શનિવારે ભાજપ અધ્યક્ષ જે.પી.નડ્ડા પશ્ચિમ બંગાળની મુલાકાત લેશે : ' એક મુઠ્ઠી ચાવલ સંગ્રહ ' અભિયાનની શરૂઆત કરશે : ખેડૂત પરિવારના ઘેર બપોરનું ભોજન લેશે : રાધા ગોવિંદ મંદિરમાં દર્શન કરશે : રોડ શો તથા ગ્રામ સભાનું આયોજન : આગામી ચૂંટણી પહેલા 40 હજાર સભાઓ યોજવાના પ્લાનિંગના શ્રીગણેશ કરશે access_time 7:47 pm IST