Gujarati News

Gujarati News

News of Saturday, 9th January 2021

પતિ, પત્ની અને વોનો અજબ કિસ્સો : બધાને ચકરાવે ચડાવી રહ્યો છે આ ત્રણેયનો સંબંધ

પતિને છોડીને બહેનપણીના ઘરે આવેલી યુવતી તેના ઘરની કાયમી સભ્ય બની ગઈ અને બંને બહેનપણીઓ હવે એક જ પતિને શેર કરી રહી છે

વોશિંગ્ટન,તા.૯: પતિ, પત્ની અને વોના તમે ઘણા કિસ્સા સાંભળ્યા હશે અને આવા સંબધોના કરૂણ અંજામની વાતો પણ સાંભળી હશે. પરંતુ, અમેરિકામાં રહેતા એક પંજાબી પરિવારનો આ કિસ્સો ઘણો જ અજબ છે. અહીં એક યુવતી તેના પતિને છોડીને પોતાની બહેનપણીના ઘરે રહેવા આવી અને પછી કાયમ માટે ઘરની જ સભ્ય બનીને રહી ગઈ. આ યુવતી, તેની બહેનપણી અને બહેનપણીના પતિ વચ્ચે હવે એવો સંબંધ બંધાઈ ગયો છે કે જેની કલ્પના કરવી ભારતીય સંસ્કૃતિ મુજબ તો કરવી જ મુશ્કેલ છે. આ ત્રણેય વચ્ચે એવું બોન્ડિંગ થઈ ગયું છે કે, ત્રણેય હવે છેલ્લા ઘણા વર્ષોથી સાથે જ રહેવા લાગ્યા છે. 

અમેરિકાના ઈન્ડિયાનાપોલીસમાં રહેતા સની અને સ્પીતિએ વર્ષ ૨૦૦૩માં લગ્ન કર્યા હતા. સનીનો જન્મ પંજાબમાં થયો છે અને તે ૮ વર્ષની ઉંમરે ન્યૂયોર્ક આવી ગયો હતો. થોડા સમય પછી તે જયારે ભારત આવ્યો તો તેની મુલાકાત સ્પીતિ સાથે થઈ હતી અને બંનેએ થોડા સમય બાદ લગ્ન કરી લીધા હતા. સની અને સ્પીતિનું લગ્નજીવન સુખેથી ચાલી રહ્યું હતું, તેમાં એક દિવસ સ્પીતિની બહેનપણી પિદ્દુ કૌરની એન્ટ્રી થઈ. એ દિવસથી ત્રણેયના સંબંધોમાં મોટો વળાંક આવી ગયો.

કેલિફોર્નિયામાં રહેતી પિદ્દુ કૌરના અરેન્જ મેરેજ થયા હતા. જોકે, તેના લગ્ન થોડો સમય જ ટકી શકયા. હકીકતમાં કૌરના પતિએ તેના માતા-પિતાના કહેવાથી લગ્ન કર્યા હતા અને તેને કહેવાયું હતું કે, લગ્ન પછી મર્સિડિઝ ગિફ્ટમાં મળશે. પતિથી કંટાળીને પિદ્દુ કૌર કેલિફોર્નિયાથી પોતાની બહેનપણી સ્પીતિના ઘરે ન્યૂયોર્ક રહેવા આવી ગઈ. અહીં સ્પીતિ અને પિદ્દુ વચ્ચે ભાવનાત્મક અને ફિઝિકલ રિલેશન શરૂ થયા.

સ્પીતિ સની સાથે લગ્ન કરીને અમેરિકા આવી તે પહેલા અન્ય એક યુવતી સાથે રિલેશનશિપમાં હતી. જોકે, સ્પીતિએ પોતાના સેમ-સેકસ રિલેશનશિપ અંગે સનીને લગ્નના પહેલા વર્ષમાં જ જણાવી દીધું હતું. જયારે સની પિદ્દુ તરફ આકર્ષાવા લાગ્યો તો આ કપલે તેણીને પોતાના રિલેશનશિપમાં આવકારવાનું નક્કી કર્યું. આમ, એક અઠવાડિયા માટે બહેનપણીના ઘરે રહેવા આવેલી પિદ્દુ કાયમ માટે તેના ઘરની સભ્ય બની ગઈ.

જોકે, પિદ્દુની ઘરમાં એન્ટ્રી થઈ તે પછી ઘણા વર્ષો સુધી સ્પીતિને એમ જ લાગતું હતું કે, તેનો પતિ કયાંક પિદ્દુ સાથે મળીને તેને છોડીને ના દે. આ ઈનસિકયુરિટીને પગલે ત્રણે જણાંએ કેટલાક નિયમ બનાવ્યા છે. આ નિયમો મુજબ, ત્રણે વચ્ચે કોઈ સીક્રેટ નહીં રહે અને ડેટ નાઈટ્સ માટે અલગથી બે લોકો નહીં જાય. સ્પીતિએ કહ્યું કે, જયારે પિદ્દી અમારી લાઈફમાં આવી, એ સમયે તો તે છૂટાછેડાના કેસમાંથી પસાર થઈ રહી હતી. અમે એકબીજાને સાંભળતા હતા, એકબીજાની સાથે ઈમોશનલ થતા હતા અને એક બીજાની સાથે ડાન્સ પણ કરતા હતા. આ આકર્ષણ માત્ર ઈમોશનલ ન હતું અને સની પણ આ નિર્ણયથી ખુશ હતો.

આ રિલેશનશિપ પહેલા સની અને સ્પીતિની બે દીકરીઓ હતી, જેમની ઉંમર ૧૬ અને ૧૫ વર્ષ હતી. તો હવે સ્પીતિ પોતાની ત્રીજી જન્મ આપી ચૂકી છે, જે ૯ વર્ષની થઈ ચૂકી છે. તે ઉપરાંત પિદ્દુએ પણ એક દીકરાને જન્મ આપ્યો છે, જે ૪ વર્ષનો છે. આ ત્રણેયનું બેકગ્રાઉન્ડ ભારતીય છે, એ કારણે આ લોકોએ પોતાના પરિવારના કેટલાક સભ્યો સાથે સંબંધ તોડવો પડ્યો છે, કેમકે એ લોકો આ ત્રણેયના સંબંધોને સમજી શકતા નથી.

(10:19 am IST)
  • ટીમ ઈન્ડિયા ૨૪૪ રનમાં ઓલઆઉટ : ચેતેશ્વરની ફીફટી : કાંગારૂઓને ૯૪ રનની લીડ સીડની ટેસ્ટના ત્રીજા દિવસે ભારત ૧૦૦.૪ ઓવરમાં ૨૪૪ રને ઓલઆઉટ : ટીમ ઈન્ડિયાના બેટ્સમેનોઍ નિરાશ કર્યા, ઍકમાત્ર ચેતેશ્વરે ફીફટી ફટકારી : જાડેજા ૨૮ રને નોટઆઉટ : કમીન્સને ૪, હેઝલવૂડને ૨ અને સ્ટાર્કને ૧ વિકેટ. access_time 10:10 am IST

  • રિષભ પંત પણ ઈન્જર્ડ : રવિન્દ્ર જાડેજાને પણ ઈજા : ટીમ ઈન્ડિયાની ચિંતામાં વધારો : જાડેજાને સ્ટાર્કની બોલીંગમાં ડાબા અંગૂઠામાં બોલ વાગ્યો હતો : પંતને સ્કેનીંગ માટે લઈ જવાયો access_time 10:40 am IST

  • જૂનાગઢના માંગરોળની ગૌશાળામાં સિંહ ઘૂસ્યા : ૫ થી ૬ ગાયોનું મારણ કર્યુ : જૂનાગઢના માંગરોળની શેરીયાજ ગામે આવેલી ગૌશાળામાં સિંહ ઘૂસી ગયાનું જાણવા મળે છે અને ૫ થી ૬ ગાયોનું મારણ કર્યુ હોવાનું જાણવા મળે છે : વન વિભાગની ટીમ પહોંચી ગઈ છે access_time 3:09 pm IST