Gujarati News

Gujarati News

News of Thursday, 9th January 2020

યુએસ-ઇરાન પછી હવે ચીન - ઇન્ડોનેશીયામા પણ તનાવઃ ઇન્ડોનેશીયાએ જંગી જહાજ અને લડાકુ વિમાનો તૈનાત કર્યા

અમેરિકા ઇરાન વચ્ચે ચાલી રહેલા તનાવ વચ્ચે હવે ચીન ઇન્ડોનેશીયા વચ્ચે પણ તનાવનો મામલો સામે આવ્યો છે. આ દરમ્યાન ઇન્ડોનેશીયાએ નતુના દ્વીપ સમૂહ પર જંગી જહાજ અને લડાકૂ વિમાન ગોઠવ્યા છે.

રાયટર્સના એક રીપોર્ટ મુજબ દક્ષિણ ચીન સાગર એક દ્વીપ પર પોતાનો અધિકાર બતાવવા માટે નતુના દ્વીપ સમુહ પર યુદ્વતોપ અને લડાકુ વિમાન ગોઠવ્યા છે. ઇન્ડોનેશીયાના રાષ્ટ્રપતિ જોકો વિડોડો પણ પહોંચી ગયા છે.

વિડોડોએ કહ્યું આ દ્વીપ પર ફકત ઇન્ડોનેશીયાનો અધિકાર છે. જયારે ક્ષેત્રમાં ચીનનો ઇન્ડોનેશીયા ઉપરાંત વિયેતનામ, ફિલીપિન્સ અને મલેશીયા સાથે વિવાદ ચાલે છે.

હાલમાં જ તનાવ શરૃ થયો  ઇન્ડોનેશીયાએ ચીનના રાજદૂતને પોતાની ફરિયાદ દાખલ કરી હતી.

આ બાજુ ચીન પુરા દક્ષિણ ચીન સાગર પર પોતાનો અધિકાર જમાવવા માગે છે. આ ક્ષેત્રને માછલીઓનો મોટો ભંડાર માનવામાં આવે છે.

દક્ષિણ ચીન સાગર પર ચીન હંમેશા પોતાનો એકતરફી હકક બતાવે છે.

(12:52 am IST)