Gujarati News

Gujarati News

News of Thursday, 9th January 2020

ડોનાલ્ડ ટ્રમ્પ પર ઇરાનનો પલટવારઃ કહ્યું અમે તૈયાર કરી લીધી હતી સેંકડો મિસાઇલો

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પએ પરમાણુ શકિત ન બનવા દેવાના નિવેદન પર ઇરાનએ ફરીથી પલટવાર કર્યો છે. ઇરાનએ કહ્યું છે કે એમણે સેકડો મિસાઇલો તૈયાર કરી લીધી હતી એમણે કહ્યું કે બુધવારના ઇરાનની સેનાએ ઇરાકમા અમેરીકી સૈન્ય સ્થાનો પર ૧૩ મિસાઇલો દાગી અને સેંકડો મિસાઇલો દાગવા તૈયાર હતા.

ઇરાની કમાન્ડર જનરલ કાસિમ  સુલેમાનીના મોતને બાદ કરી અમેરિકા અને ઇરાન વચ્ચે વધી રહેલ તનાવ ઘટવાનુ નામ નથી લેતો.

સમાચાર એજન્સી પીટીઆઇના મુતાબિક જનરલ આમિર અલી હાજિજાદેહએ કહ્યું કે ઇરાનની સેનાએ ઇરાકમાં ૧૩ મિસાઇલો દાગી હતી અને સેંકડો મિસાઇલ દાગવા તૈયાર હતા.

ટ્રમ્પએ રાષ્ટ્રને સંબોધિત કરતા કહ્યું ઇરાને કરેલા હુમલામાં થોડું ઘણું નુકસાન થયુ છે સુલેમાની અમેરિકા માટે ખતરો બની ગયો હતો. એમણે ઇરાન પર આર્થિક પ્રતિબંધ લગાવવાની પણ વાત કરી હતી.

(12:14 am IST)