Gujarati News

Gujarati News

News of Thursday, 9th January 2020

ભાજપના નેતા ઉમાભારતીનું મોટું નિવેદન : કહ્યું જિન્ના બીજું કોઈ નહીં પરંતુ રાહુલ જિન્ના અને પ્રિયંકા જિન્ના છે

મુસ્લમાનો વચ્ચે માહોલ બનાવી ભય ઉભો કરે છે : સોનિયા આપણી વહુ છે એટલે તેમનું સન્માન કરીએ છીએ

 

નવી દિલ્હી : નાગરિક સંશોધિત કાયદા વિરુદ્ધ થતા પ્રદર્શન પર ભાજપના નેતા ઉમા ભારતીએ મોટું નિવેદન કર્યું છે તેણીએ કહ્યું કે, જિન્ના કોઈ બીજું નહીં, પરંતુ રાહુલ જિન્ના અને પ્રિયંકા જિન્ના છે, જે સીએએ પર મુસલમાનો વચ્ચે માહોલ બનાવી રહ્યાં છે અને ભય ઉભો કરી રહ્યાં છે. શું અમારામાંથી કોઈએ કહ્યું કે સોનિયા ગાંધીના પિતા ઇટાલીમાં મુસોલિનીની સેનાના એક સૈનિક હતા?સોનિયા ગાંધીને લઈને તેમણે કહ્યું કે, કારણ કે તે અમારી વહુ છે અને આપણા દેશમાં તેના લગ્ન થયા છે. અમે દિલથી તેમનું સન્માન કરીએ છીએ.

 નાગરિકતા સંશોધન કાયદાને લઈને મુસ્લિમ નાગરિકોની નારાજગી પર પ્રતિક્રિયા આપતા ઉમા ભારતીએ કહ્યું કે, જિન્ના તો રહ્યાં નથી પરંતુ રાહુલ જિન્ના અને પ્રિયંકા જિન્ના અહીં હાજર છે, જે માહોલ બગાડી રહ્યાં છે અને સીએએ પર મુસ્લિમો વચ્ચે ભયનો માહોલ પેદા કરી રહ્યાં છે.

ઉમા ભારતીએ કહ્યું કે, જે કામ જિન્નાએ દેશના વિભાજન સમયે કર્યું હતું. તઆ કામ હવે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને તેમના બહેન પ્રિયંકા ગાંધી કરી રહ્યાં છે. ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષે કહ્યું કે, ભારતના વિભાજન સમય પર જે નફરતનું ઝેર જિન્નાએ ફેલાવ્યું હતું, તે રાહુલ અને તેની બહેન કરી રહ્યાં છે. રાહુલ-પ્રિયંકા એક નવા જિન્ના છે તથા ભારતમાં ઝેરી ભાવનાત્મક વિભાજન કરી રહ્યાં છે, જે અમે થવા દેશું નહીં. તેથી આવા કાર્યક્રમોનું આયોજન થઈ રહ્યું છે.

  ઉમા ભારતીએ આગળ કહ્યું કે, શું આપણામાંથી કોઈએ કહ્યું કે, સોનિયા ગાંધીના પિતા ઇટાલીમાં મુસોલિની સેનામાં એક સૈનિક હતા? પરંતુ તેમણે આગળ પોતાની વાત સંભાળતા કહ્યું કે, જ્યારથી તેઓ (સોનિયા ગાંધી) આપણી વહુ બની અને આપણા દેશમાં લગ્ન કર્યાં, ત્યારથી અમે તેમનું દિલથી સન્માન કરીએ છીએ.

 

(12:12 am IST)