Gujarati News

Gujarati News

News of Thursday, 9th January 2020

તેજાબ હુમલામાં બચી ગયેલ લક્ષ્મી અગ્રવાલની કહાની પર આધારિત છપાક ફિલ્મ મધ્યપ્રદેશ અને છતીસગઢમાં ટેકસ ફ્રી કરાઇ

તેજાબ હુમલામાં જીવતી બચેલી  લક્ષ્મી અગ્રવાલની કહાની પર આધારિત ૧૦ જાન્યુઆરીના રીલીઝ થનારી ફિલ્મ છપાક ને મધ્યપ્રદેશ અને છતીસગઢમાં ટેકસ ફ્રી કરવામાં આવી.

બોલીવુડ અભિનેત્રી દીપિકા પાદૂકોણ અભિનીત ફિલ્મ મેઘના ગુલઝાર દ્વારા નિર્દેશિત છે. મધ્યપ્રદેશના મુખ્યમંત્રી કમલનાથએ ગુરુવારના ટવિટ કર્યુ કે દીપિકા પાદુકોણ અભિનિત ફિલ્મ છપાક ને રાજયમાં ટેકસ ફ્રી કરવામાં આવેલ છે. એમણે આગળ લખ્યું ફિલ્મ સમાજમાં એસિડ પીડિત મહિલાઓને લઇ એક સકારાત્મક સંદેશ આપવા સાથે સાથે પીડાની સાથે આત્મવિશ્વાસ, સંઘર્ષ આશા અને જીવવા માટેની કહાની તથા આવા મામલામાં સમાજની સોચમાં બદલાવ લાવવાનો સંદેશ પર આધારિત છે.

જયારે છતીસગઢ સરકારએ પણ રાજયમાં છપાક ફિલ્મને ટેકસ ફ્રી કરેલ છે. જનસંપર્ક વિભાગએ એક નિવેદન જારી કરી બતાવ્યુ કે મુખ્યમંત્રી ભૂપેશ બધેલએ રાજયમાં ફિલ્મ છપાકને ટેકસ ફ્રી કરી આપેલ છે.

(10:30 pm IST)