Gujarati News

Gujarati News

News of Thursday, 9th January 2020

દરિયામાં દુશ્મનોને તબાહ કરશે વરુણાસ્ત્ર: 40 કી,મી, સુધી કોઈપણ સબમરિનનો સફાયો કરવામાં સક્ષમ

સંપૂર્ણ સ્વદેશી ટોરપીડો વરુણાસ્ત્રકોઈપણ સબમરીન કે જહાજને નષ્ટ કરવા સૌથી સટીક હથિયાર

નવી દિલ્હી :સ્વદેશી ટોરપીડો વરુણાસ્ત  4 મહિનાની અંદર ભારતીય નૌસેનાને મળશે  40 કિલોમીટર સુધી કોઇ પણ સબમરીનને તબાહ કરવામાં સક્ષણ વરુણાસ્ત્ર 74 કિલોમીટર પ્રતિકલાકની સ્પીડથી હુમલો કરવા સક્ષમ છે. આ સ્વદેશી ટોરપીડોથી ભારતનાં યુદ્ધક્ષમતા અને સિંધુ ક્લાસ સબમરીનને લેસ કરવામાં આવશે. નૌસેના 1187 કરોડ રૂપિયામાં આવા 63 ટોરપિડોનાં ઓર્ડર આપી ચુક્યું છે. જેમાં જહાજ અને સબમરીનથી ફાયર થનારા બંન્ને પ્રકારનાં ટોર્પીડોનો સમાવેશ થાય છે. ટોર્પીડો કોઇ સબમરીન કે જહાજને નષ્ટ કરવા માટેનું સૌથી સટીક હથિયાર હોય છે.

વરુણાસ્ત્રનું વજન લગભગ ડોઢ ટન હશે. તેમાં 250 કિલો વોરહેટ હશે, જેમાં હાઇ એક્સપ્લોસિવ હશે. તેમાં લાગેલા ટ્રાસ્ડ્યુસર તેના હુમલાને વધારે ઘાતક અને મોટી એંગલ આપે છે, જેમાં આ કોઇ સબમરીન પર અથવા નીચે બંન્ને તરફ હુમલો કરી શકે છે. તેમાં જીપીએસ લોકેટિંગ એડ લાગેલું છે અને તેના કારણે તેને અચુક નિશાન લગાવવામાં મદદ મળે છે.
વરુણાસ્ત્રને કોલકાતા ક્લાસ, રાજપુત ક્લાસ અને હેલ્ડી ક્લાસ ડિસ્ટ્રાયર્સ ઉપરાંત કમોર્તા ક્લાસ કાર્વેટ્સ અને તલવાર ક્લાસ ફ્રિગેટ્સમાં પણ લગાવવામાં આવશે. ભારતીય નૌસેનાનાં સબમરીન બેડાનીધોરીનસ સમાન સિંધુ ક્લાસની સબમરીમાં પણ તેને લગાવવામાં આવશે.
અત્યાર સુધી ભારતીય નૌસેના વિદેશથી ખરીદાયેલા ટોર્પીડોનો જ ઉપયોગ કરતી હતી. ભારતીય નૌસેનાની સૌથી નબળી કડી તેનું સબમરીન જુથ છે. ભારતીય નૌસેના પાસે 9 સિંધુ ક્લાસ, 4 શિશુમાર ક્લાસ સબમરીન ઉપરાંત રશિયા પાસેથી લીઝ પર લીધેલા ન્યૂક્લિયર સબમરીન આઇએનએસ ચક્ર છે. 

(10:11 pm IST)