Gujarati News

Gujarati News

News of Thursday, 9th January 2020

JNU હિંસા મામલે : રાષ્ટ્રપતિ ભવન તરફ માર્ચ કરતા JNUના વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ: અનેકની અટકાયત

JNU હિંસાના વિરોધમાં પ્રદર્શન: વિદ્યાર્થી-શિક્ષકોએ નીકાળી માર્ચ: કુલપતિ એમ. જગદીશ કુમારને પદ પરથી હટાવવાની માંગ

નવી દિલ્હી : જેએનયુમાં બુકાનીધારી લોકોના હુમલાની વિરુદ્ધ ગુરુવારે પ્રદર્શન કરી રહેલા વિદ્યાર્થીઓને રાષ્ટ્રપતિ ભવનની તરફ માર્ચ કરવાના પ્રયાસ કરવા દરમિયાન પોલીસે રોક્યા અને બાદમાં તેમને કસ્ટડીમાં લેવામાં આવ્યા. પોલીસે જનપથ પર ભીડને કાબૂમાં કરવા માટે લાઠીચાર્જ પણ કર્યો.હતો

  પોલીસે લાઉડસ્પીકરોથી ભીડને શાંતિ જાળવી રાખવાની અપીલ કરીહતી  વિદ્યાર્થીઓના રાષ્ટ્રપતિ ભવનની તરફ આગળ વધતા પહેલા, જેએનયુ વિદ્યાર્થી સંઘ અને જેએનયુ શિક્ષક સંઘે માનવ વિકાસ મંત્રાલયના અધિકારીઓ સાથે મુલાકાત કરી કુલપતિ એમ. જગદીશ કુમારને પદ પરથી હટાવવાની માંગ કરી.હતી 

  બીજી તરફ એચઆરડી (HRD) મંત્રાલયના અધિકારીઓ અને જેએનયુ (JNU) પ્રતિનિધિમંડળ વચ્ચે થયેલી બેઠક સમાપ્ત થઇ ગઇ છે. બેઠક બાદ જેએનયુએસયુ (JNUSU)ની અધ્યક્ષ આઇશી ઘોષે કહ્યું કે, જ્યાં સુધી કુલપતિ એમ જગદીશ કુમારને હટાવવામાં નહીં આવે ત્યાં સુધી કોઇપણ પ્રકારની વાતચીત નથી થાય અને મંત્રાલય વાતચીત કરવા ઇચ્છે છે તો યુનિવર્સિટી કેમ્પસ આવે.

(9:46 pm IST)