Gujarati News

Gujarati News

News of Thursday, 9th January 2020

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના બાપ-દાદા સ્વતંત્રતા સંઘર્ષ સેનાની ન હતા

મુખ્યમંત્રી કમલનાથે ફરી એકવાર વ્યક્તિગત પ્રહારો કર્યા : ભાજપ લોકો આજે કોંગીને દેશભક્તિના પાઠો ભણાવે છે

ભોપાલ, તા. ૯ : મધ્યપ્રદેશના મુખ્યમંત્રી કમલનાથે આજે રાષ્ટ્રવાદનો વિરોધ કરીને કહ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પિતા અથવા તો દાદા ક્યારે પણ સ્વતંત્રતા સેનાની તરીકે રહ્યા ન હતા. મોદી અને ભાજપ ઉપર કમલનાથે પ્રહાર કર્યા હતા. કમલનાથે કહ્યું હતું કે, આ લોકો કોંગ્રેસને અને સેવા દળને બોધપાઠ ભણાવવા માંગે છે પરંતુ ભાજપના વરિષ્ઠ નેતાઓના પરિવારના લોકો પણ સ્વતંત્રતા સેનાની તરીકે રહ્યા નથી. તેમનું કહેવું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક નામ એવું બતાવવું જોઇએ જે પાર્ટીના સ્વતંત્રતા સેનાની તરીકે રહી ચુક્યા છે. પોતાના સગા સંબંધીઓમાં પણ કોઇ સ્વતંત્રતા સેનાની રહ્યા નથી. પિતા અને દાદાઓના નામ પણ આમા સામેલ નથી. તેમના કોઇપણ સ્વતંત્રતા સેનાની રહ્યા નથી. આવી સ્થિતિમાં પણ આ લોકો કોંગ્રેસને રાષ્ટ્રવાદના પાઠ ભણાવે છે. તેમણે કહ્યું હતું કે, અમારા દેશની સંસ્કૃતિ સહિષ્ણુતાવાળી છે. બંધારણના મુલ્યો આજે પણ અકબંધ રહ્યા છે પરંતુ આજે બંધારણ ઉપર પ્રહાર થઇ રહ્યા છે. તેની ભવિષ્ય ઉપર અસર થશે. મધ્યપ્રદેશના મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, ભાજપના લોકો આજે કોંગ્રસ પર દેશના લોકોને ગેરમાર્ગે દોરવાના આક્ષેપ કરે છે. ભાજપની છેલ્લા છ સાત વર્ષની રાજનીતિ પર નજર કરવામાં આવે તો તમામ બાબતો સ્પષ્ટ થઇ શકે છે. આજે પડકાર અને પ્રશ્ન બીજા રહેલા છે પરંતુ તેના જવાબ મળી રહ્યા નથી. મોદીએ છેલ્લા કેટલાક સમયથી ખેડૂતો અને યુવાનોને લઇને કોઇ વાત કરી નથી. તેમણે કહ્યું હતું કે, એનઆરસીનો મતલબ નેશનલ રજિસ્ટ્રાર ઓફ સિટિઝન છે જ્યારે તમે નામની નોંધણી કરાવશો ત્યારે  આપના ધર્મ શું છે તે બાબત પણ સ્પષ્ટ થશે. સવાલો પણ પુછવામાં આવશે.

(8:05 pm IST)