Gujarati News

Gujarati News

News of Thursday, 9th January 2020

પાકિસ્‍તાન-બાંગ્‍લાદેશ બોર્ડરથી ભારત વિરૂદ્ધ મોટુ આતંકવાદી ષડયંત્રઃ રોહિંગ્‍યાઓને બાંગ્‍લાદેશમાં અપાતી તાલીમ

નવી દિલ્હી: પાકિસ્તાન બાંગ્લાદેશ બોર્ડરથી ભારત વિરુદ્ધ મોટું ષડયંત્ર રચી રહ્યું છે. જે હેઠળ તે બાંગ્લાદેશી આતંકી સંગઠન જમાત ઉલ મુજાહિદ્દીનને ફંડિંગ કરી રહ્યું છે. આ ફંડિંગ રોહિંગ્યાઓને આતંકી ટ્રેનિંગ આપવા માટે કરી રહ્યું છે. ગુપ્તચર રિપોર્ટમાં આ ખુલાસો થયો છે.

એવો ખુલાસો થયો છે કે પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISI બાંગ્લાદેશના કોક્સ બજારમાં રહેતા 40 રોહિંગ્યાઓને આતંકવાદની ટ્રેનિંગ આપી રહ્યું છે. પાકિસ્તાન આ ટ્રેનિંગ JMB એટલે કે બાંગ્લાદેશના સૌથી ખતરનાક આતંકી સંગઠન જમાત ઉલ મુજાહિદ્દીન પાસે અપાવી રહ્યું છે.

સૂત્રોએ જણાવ્યું છે કે પાકિસ્તાનને એજન્સીએ આતંકની ટ્રેનિંગ માટે સાઉદી અરબ, મલેશિયા, પાકિસ્તાન અને યુકે દ્વારા ફંડિંગ પણ કરાવ્યું છે. પહેલા હપ્તામાં આતંકની ટ્રેનિંગ માટે એક કરોડથી વધુનું ફંડ આપવામાં આવ્યું હોવાના અહેવાલ છે.

ગુપ્તચર રિપોર્ટ સામે આવ્યાં બાદ JMB અને રોહિંગ્યાના આતંકી કનેક્શનની ગતિવિધિઓ પર નજર રાખવા માટે NIA, BSF અને રોને અલર્ટ કરવામાં આવ્યાં છે.

(4:46 pm IST)