Gujarati News

Gujarati News

News of Thursday, 9th January 2020

વૃધ્ધો માટે મોદી સરકારની ખાસ યોજનાઃઆ ઈન્કમ પર નહીં લાગે કોઈ ટેક્ષ

મુંબઇ, તા.૯: સરકારે પાછલા વર્ષે બજેટમાં ટેકસના નિયમોમાં ઘણાં મોટા બદલાવો કર્યા હતા. આ બદલાવો અનુસાર સરકારે એક નવી સેકશન 80TTB (Section 80 TTB) શામેલ કર્યો હતો. જેમાં વૃદ્ઘો માટે ૫૦૦૦૦ રૂપિયા  સુધી ઈન્ટ્રેસ્ટ ઈન્કમ પર ટેકસ છૂટની સુવિધા મળતી હતી. તેનો સીધો અર્થ એ થયો કે FD, રેકરિંગ ડિપોઝિટ કે સેવિંગ્સ એકાઉન્ટથી જો કોઈ વ્યાજ મળે, તે ૫૦૦૦૦ રૂપિયા સુધી કોઈ ટેકસ નહીં આપવો પડે.

પરંતુ જો કોઈ સીનિયર સિટિઝન 80TTB હેછળ ટેકસ છૂટનો ફાયદો લે છે, તો 80TTA હેઠળ તેને કોઈ ફાયદો નહીં મળે. 80TTB નો ફાયદો ફકત સીનિયર સિટિઝનને મળશે. અન્યને ટેકસમાં કોઈ છૂટ નહીં મળે. સામાન્ય રીતે 80TTA હેઠળ કોઈ પણ ટેકસપેયર્સને ૧૦૦૦૦ રૂપિયા સુધી વ્યાજની ઈન્કમ પર છૂટનો ફાયદો મળશે.

80TTA- આ પણ ટેકસપેયર્સ માટે છે. જો સીનિયર સિટિઝન 80TTB પસંદ કરશે તો 80TTના ફાયદો નહીં મળશે. તેમાં વધુમાં વધુ ૧૦૦૦૦ રૂપિયા સુધી ઈન્ટ્રેસ્ટ ઈનકમ પર ટેકસ છૂટનો ફાયદો મળશે. પોસ્ટ ઓફિસ અને સેવિંગ્સ એકાઉન્ટથી થતી ઈન્ટ્રેસ્ટ ઈનકમ પર મળશે છૂટ.

80TTB- આ સ્કીમ ફકત સીનિયપ સિટિઝન માટે છે. તેમાં મેકિસમમ ૫૦૦૦૦ રૂપિયા સુધી ઈન્ટ્રેસ્ટ ઈનકમ પર છૂટ મળશે. જ્ઝ્ર, રેકરિંગ, ડિપોઝિટ અને સેવિંગ્સ અકાઉન્ટથી થતી ઈન્ટ્રેસ્ટ ઈન્કમ પર છૂટ મળશે.

(4:02 pm IST)