Gujarati News

Gujarati News

News of Thursday, 9th January 2020

CAAની વિરૂદ્ઘ વિરોધ પ્રદર્શન પર સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસે ચિંતા વ્યકત કરી

દેશ મુશ્કેલ સમયમાંથી પસાર થઇ રહ્યો છે, શાંતિ માટે પ્રયાસ થવા જોઇએ

નવી દિલ્હી, તા.૯: નાગરિકતા સુધારણા કાયદાની વિરુદ્ઘ દેશભરમાં થઈ રહેલા વિરોધ પ્રદર્શનોને લઇને સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસે ચિંતા વ્યકત કરી છે. ચીફ જસ્ટિસ એસ એ બોબડેએ જણાવ્યું છે કે, દેશ મુશ્કેલ સમયમાંથી પસાર થઇ રહ્યો છે. શાંતિ માટે પ્રયાસ થવા જોઇએ.

વકીલ પુનીત કૌરે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને તેના પર તાત્કાલિક સુનાવણીની માગણી હતી. અરજીમાં જણાવવામાં આવ્યું છે કે, ખોટી અફવાઓ ફેલાવનારા એકિટવિસ્ટ, વિદ્યાર્થીઓ, મીડિયા હાઉસોની વિરુદ્ઘ કાર્યવાહી કરવામાં આવે. આ ઉપરાંત અરજીમાં સીએએને બંધારણીય જાહેર કરવાની પણ માગણી કરવામાં આવી છે.

સીજેઆઈએ આ અંગે જણાવ્યું હતું કે, આવા પ્રકારની અરજીઓ મદદ કરી શકતી નથી. અમે કેવી રીતે જાહેર કરી શકીએ છીએ કે સંસદ દ્વારા પસાર કરવામાં આવેલ એક બિલ બંધારણીય છે? હંમેશા બંધારણીયતાનો જ અનુમાન કરી શકાય છે. જો તમે કોઇ સમયે કાયદાના વિદ્યાર્થી રહ્યા હશો તો તમને આ વાતની જાણ હશે.

(4:00 pm IST)