Gujarati News

Gujarati News

News of Thursday, 9th January 2020

અમેરિકા-ઇરાનની યુદ્ધ ટળી જતા બજાર ઝુમ્યુ : ૬૩૫ પોઇન્ટ અપ

સેંસેક્સ કારોબારના અંતે ૪૧૪૫૨ની ઉંચી સપાટી ઉપર રહ્યો : નિફ્ટી ૧૯૧ પોઇન્ટ ઉછળીને ૧૨૨૧૬ની ઉંચી સપાટી પર રહ્યો : સેંસેક્સની ૨૬ કંપનીઓના શેરો અને એનએસઈમાં ૪૩ કંપનીઓના શેર તેજીમાં રહ્યા

મુંબઈ,તા. ૯ : શેરબજારમાં આજે તેજીનું મોજુ ફરી વળ્યું હતું. અમેરિકા અને ઇરાન વચ્ચે યુદ્ધ ટળવાથી શેરબજાર ઝુમી ઉઠ્યું હતું. અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સંઘર્ષને આગળ નહીં વધારીને શાંતિનો સંદેશ આપ્યા બાદ શેરબજારમાં તેજી રહી હતી. આજે કારોબારના અંતે સેંસેક્સ ૬૩૫ પોઇન્ટ ઉછળીને ૪૧૪૫૨ની ઉંચી સપાટીએ રહ્યો હતો જ્યારે નેશનલ સ્ટોક એક્સચેંજમાં નિફ્ટી ૧૯૧ પોઇન્ટ ઉછળીને ૧૨૨૧૬ની સપાટીએ બંધ રહ્યો હતો. દિવસ દરમિયાન સેંસેક્સ ૪૧૪૮૨ની ઉંચી સપાટી અને ૪૧૧૭૫ની નીચી સપાટીએ રહ્યો હતો. નિફ્ટી પણ આગાળા દરમિયાન ૧૨૨૨૪ અને ૧૨૧૩૩ની ઉંચી સપાટીએ રહ્યો હતો. બીએસઈમાં ૨૬ કંપનીઓના શેરમાં તેજી રહી હતી અને ચાર કંપનીઓના શેરમાં મંદી રહી હતી. એનએસઈમાં પણ ૪૩ કંપનીઓના શેરમાં લેવાલી અને સાત કંપનીઓના શેરમાં વેચવાલી રહી હતી. આજે શેરબજારમાં તેજી માટે જુદા જુદા કારણો જવાબદાર રહ્યા હતા. બ્રોડર માર્કેટમાં તેજીનો માહોલ જામ્યો હતો.

               તમામ સેક્ટરલ ઇન્ડેક્સની વાત કરવામાં આવે તો નિફ્ટી આઈટી ઇન્ડેક્સ સિવાય તમામ સેક્ટરલ ઇન્ડેક્સમાં હકારાત્મક સ્થિતિ રહી હતી. નિફ્ટી પીએસબી, નિફ્ટી પ્રાઇવેટ બેંક, નિફ્ટી ઓટો, નિફ્ટી રિયાલીટી અને નિફ્ટી મિડિયા ઇન્ડેક્સમાં ૨.૫ ટકા સુધીનો ઉછાળો રહ્યો હતો. નિફ્ટી આઈટી ઇન્ડેક્સમાં ૦.૫ ટકાનો ઘટાડો રહ્યો હતો. સ્મોલકેપ ઇન્ડેક્સમાં છ મહિનાની ઉંચી સપાટી રહી હતી. કૃષિ, ખાતર, શિક્ષણ, મેટલ, ટેક્સટાઇલ અને રિયલ એસ્ટેટના શેરમાં તેજી જામી હતી. આ ઇન્ડેક્સમાં ૧.૪૯ ટકાનો ઉછાળો રહ્યો હતો. મિડકેપ ઇન્ડેક્સ ૧.૫૧ ટકા ઉછળીને ૧૫૦૯૮ની સપાટીએ રહ્યો હતો. એશિયન શેરબજારમાં પણ આજે સ્થિતિ સારી રહી હતી. કોમોડિટીના મોરચા ઉપર બ્રેન્ટ ક્રૂડની કિંમતમાં પ્રતિબેરલ ૬૫.૮૬ની સપાટી રહી હતી.

મધ્યપૂર્વમાં એકાએક વધી ગયેલી તંગદિલીને લઇને ભારતીય કારોબારીઓ  સોમવારના દિવસે  હચમચી ઉઠ્યા હતા. સોમવારના દિવસે  કારોબારના અંતે સેંસેક્સ ૭૮૮ પોઇન્ટ ઘટીને બંધ રહ્યો હતો. જાન્યુઆરીના પ્રથમ ત્રણ કારોબારી સેશનમાં ભારતીય મૂડી માર્કેટમાંથી વિદેશી મૂડીરોકાણકારોએ ૨૪૧૮ કરોડ રૂપિયા પાછા ખેંચી લીધા છે. ઇક્વિટીમાંથી ૫૨૪.૯૧ કરોડ અને ડેબ્ટ માર્કેટમાંથી ૧૮૯૩ કરોડ રૂપિયા પાછા ખેંચી લીધા હતા. આની સાથે જ ૨૪૧૮.૫૭ કરોડ રૂપિયાની રકમ પાછી ખેંચી લેવામાં આવી હતી. શુક્રવારના અંતે બીએસઈ લિસ્ટેડ કંપનીઓની માર્કેટ મૂડી ૧૫૭ લાખ કરોડ હતી.

                દરેક પાંચ શેર પૈકીના ચાર શેરમાં મંદી રહી હતી.  અમેરિકા અને ઇરાન વચ્ચે જોરદાર કટોકટી અને યુદ્ધ ભણકારા વાગી રહ્યા છે ત્યારે શેરબજારમાં અંધાધૂંધી ફેલાઈ ગઈ છે. ભારતમાં ક્રૂડ ઓઇલની કિંમતમાં વધારો થતાં તેલ આયાત બિલમાં જોરદાર વધારો થઇ શકે છે. ભારત વિશ્વના ત્રીજા સૌથી મોટા તેલ વપરાશકાર દેશ તરીકે છે. વિદેશી મૂડીરોકાણકારોએ પ્રોફિટ બુકિંગ સાથે નવા વર્ષની શરૂઆત કરી દીધી છે. જાન્યુઆરીના પ્રથમ ત્રણ કારોબારી સેશનમાં ભારતીય મૂડી માર્કેટમાંથી વિદેશી મૂડીરોકાણકારોએ ૨૪૧૮ કરોડ રૂપિયા પાછા ખેંચી લીધા હતા. ઇક્વિટીમાંથી ૫૨૪.૯૧ કરોડ અને ડેબ્ટ માર્કેટમાંથી ૧૮૯૩ કરોડ રૂપિયા પાછા ખેંચી લીધા હતા. આની સાથે જ ૨૪૧૮.૫૭ કરોડ રૂપિયાની રકમ પાછી ખેંચી લેવામાં આવી હતી ૨૦૧૯માં એફપીઆઈ દ્વારા ઇક્વિટી અને ડેબ્ટ બંનેમાં ૭૩૨૭૬.૬૩ કરોડ રૂપિયા ઠાલવી દીધા હતા. જાન્યુઆરી, જુલાઈ, ઓગસ્ટને બાદ કરતા એફપીઆઈએ સમગ્ર વર્ષ દરમિયાન બાકીના મહિનાઓમાં નાણા ઠાલવ્યા હતા. ગયા વર્ષે નવેમ્બર મહિનામાં એફપીઆઈ દ્વારા ૨૨૮૭૧.૮ આઠ કરોડ રહ્યો  હતો.

(7:52 pm IST)