Gujarati News

Gujarati News

News of Thursday, 9th January 2020

મહિલા સ્વરક્ષણ માટે વારાણસીના યુવકે વિકસાવી ''લીપસ્ટીક ગન''

સામાન્ય લીપસ્ટીક જેવી દેખાતી ગનના ફાયરીંગનો અવાજ એક કિલોમીટર સુધી સંભળાય છે : લાઈવ લોકેશનની સાથે ઈમરજન્સી કોલ પણ એકટીવ થઈ જશે

વારાણસીઃ દેશમાં મહિલાઓ સાથે થઈ રહેલા જાતિય અત્યાચારથી બચાવવા સ્વરક્ષણ માટે વારાણસીના આયરન મેન શ્યામ ચૌરસીયાએ ''લીપસ્ટીક ગન'' બનાવી છે. આ ગન જોવામાં સામાન્ય લીપસ્ટીક જેવી જ દેખાય છે, પણ તે અસામાજીક તત્વોને પાઠ ભણાવવા સક્ષમ છે.

આ ''લીપસ્ટીક ગન''ના ફાયરીંગનો અવાજ એક કિલોમીટર દુર સુધી સંભળાય છે. ફાયરીંગના અવાજનો ઉદ્ેશ્ય આસપાસના લોકોનું ઘટના સ્થળ તરફ ધ્યાન ખેંચવાનું છે, જેથી મુશ્કેલીમાં રહેલ મહિલાને બચાવી શકે.

તેમાં લાઈવ લોકેશનની સાથો સાથ ૧૧૨ ઉપર પોલીસ અને પરિવાજનોને ફોન જાય છે. લાઈવ લોકેશનની મદદથી  પોલીસ ઘટના સ્થળે પહોંચીને બનાવ બનતો અટકાવી શકે છે. પોલીસના આવ્યા સુધી મહિલા ''લીપસ્ટીક ગન''થી ફાયરીંગ કરી પોતાનો બચાવ કરી શકે છે

(3:28 pm IST)