Gujarati News

Gujarati News

News of Thursday, 9th January 2020

બિહારના આશ્રય ગૃહોના કેસની સુપ્રિમમાં સુનાવણીઃ બાળકોની હત્યાના પુરાવાઓ ન મળ્યા સીબીઆઈને

નવી દિલ્હીઃ બિહારના મુજફફરપુર આશ્રયગૃહ કેસમાં સીબીઆઈએ બુધવારે સુપ્રિમ કોર્ટમાં રીપોર્ટ રજૂ કર્યો હતો. સીબીઆઈએ રીપોર્ટમાં કહ્યું છે કે, આશ્રયગૃહમાં બાળકોની હત્યાના પુરાવાઓ નથી મળ્યા. રીપોર્ટમાં કહેવાયુ છે કે ત્યાંથી મળેલા બે કંકાલ મહિલા અને પુરૂષના હતા.એટર્ની જનરલ કે.કે. વેણુગોપાલે કોર્ટને જણાવ્યું કે જે છોકરીઓની હત્યાનો આરોપ મુકાયો હતો, તે પછીથી જીવતી જણાઈ હતી. સીબીઆઈએ બિહારમાં ૧૭ આશ્રયગૃહોના કેસોની તપાસ કરી હતી. તેમાંથી ૧૩માં ચાર્જશીટ દાખલ થઈ છે જ્યારે ચારમાં પુરાવાઓ ન મળ્યા હોવાથી તપાસ બંધ કરી દેવાય છે.

(3:21 pm IST)