Gujarati News

Gujarati News

News of Thursday, 9th January 2020

યોગી સસ્કાર ૧૭ર વ્યકિતઓને માસિક પ૦ હજારનું પેન્શન આપશે

રાજબબ્બર, અનુરાગ કશ્યપ, સુરેશ રૈના જેવા નામો સામેલ : અમિતાભ, જયા બચ્ચન સહિત ૧ર વ્યકિતઓએ કર્યો છે અસ્વિકાર

બરેલી તા. ૯: એક આરટીઆઇ અરજીના જવાબમાં જાહેર થયા અનુસાર, ઉત્તર પ્રદેશ સરકારે યશ ભારતી સન્માન મેળવનારા ૧૭ર લાભાર્થીઓને માસિક પ૦ હજારનું પેન્શન આપવા માટે ર૦૧૬-૧૭ના વર્ષમાં ૧૦.૩ર કરોડ રૂપિયા ખર્ચ્યા હતા. આ એવોર્ડ ફિલ્મ, કળા, સાહિત્ય, વિજ્ઞાન, પત્રકારીત્વ અને રમત ગમતના ક્ષેત્રમાં વિશિષ્ઠ પ્રદાન માટે આપવામાં આવે છે.

આ લાભાર્થીઓની યાદીમાં અભિનેતા અને યુપી કોંગ્રેસના પ્રમુખ રાજ બબ્બર, તેની પત્ની નાદિરા, રાજ બબ્બર, ફિલ્મ નિર્માતા અનુરાગ કશ્યપ, વિશાલ ભારદ્વાજ, ક્રિકેટરો સુરેશ રૈના, મોહમ્મદ કૈફ, અભિનેતા નવાઝુદ્દીન સિદ્દીકી, ગાયક કૈલાશ ખેર અને કોમેડીયન રાજુ શ્રીવાસ્તવ જેવી મોટી હસ્તિઓના નામો છે.

જોકે અમિતાભ બચ્ચન અને તેના પરિવારે પેન્શનની રકમનો અસ્વિકાર કર્યો છે. તેમ બરેલી સ્થિત આરટીઆઇ એકટીવીસ્ટ મોહમ્મદ ખાલિદ જીલાણીએ કહ્યું હતું. તેમણે કહ્યું કે સરકાર પ્રજાના નાણાનો આ સેલેબ્રેટીઓને પેન્શન આપીને દુરૂપયોગ કરી રહી છે. જીલાણીએ યુપીના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથને આવું પેન્શન બંધ કરવા અપીલ કરી હતી.

આરટીઆઇના જવાબ અનુસાર ૧ર વ્યકિતઓએ આ યોજના હેઠળ મળતું પેન્શન લેવાની ના પાડી છે. જેમાં અભિનેતા અમિતાભ બચ્ચન, તેની પત્નિ જયા બચ્ચન, તેનો પુત્ર અભિષેક બચ્ચન, શબાના આઝમી, રાજયપાલ યાદવ, મેદાંતાના ચેરમેન અને મેજીંગ ડાયરેકટર નરેશ મેહાન, બાંસુરી વાદક હરિ પ્રસાદ ચૌરસીયા, શુટર જસપાલ રાણા, કુસ્તીબાજ વિસંભર સીંઘ, પત્રકાર વિજયકુમાર અને ડો. રાકેશ યાદવ તથા વોલીબોલ ખેલાડી રણવીરસિંઘ સામેલ છે.

(11:39 am IST)