Gujarati News

Gujarati News

News of Thursday, 9th January 2020

હિમાચલમાં ૪ ફુટ બરફના થરઃ શિમલામાં ૪૩ પર્યટકોનું રેસ્કયુઃ દિલ્હી- ઉ.ભારતમાં વરસાદનું એલર્ટ

હિમાચલ પ્રદેશમાં બરફવર્ષાથી ૫૮૮ રસ્તાઓ બંધઃ દિલ્હી, ઉત્તરાખંડ, પંજાબ, હરિયાણા, રાજસ્થાન અને ઉત્તરપ્રદેશમાં આગામી ૨૪ કલાકમાં વરસાદનું એલર્ટઃ છત્તીસગઢ, ઉત્તરાખંડ, પંજાબના ઘણા જિલ્લાઓમાં કરા પડવાની આશંકા

નવીદિલ્હીઃ હિમાચલ પ્રદેશમાં ગઈકાલે બરફવર્ષા બાદ ૮ જિલ્લાઓમાં ૪ ફુટ સુધી બરફ જામી ગયો હતો. તેના કારણે ૫૮૮ રસ્તાઓ બંધ કરવા પડ્યા હતા. રાજયમાં ૨૪૩૬ વીજલાઇન પણ પ્રભાવિત થઇ હતી. બીજી તરફ દિલ્હી, ઉત્તરપ્રદેશ અને રાજસ્થાનના ઘણા વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો.

હવામાન વિભાગ પ્રમાણે પાકિસ્તાન ઉપર બનેલી સિસ્ટમના કારણે આગામી ૨૪ કલાકમાં ઉત્તરાખંડ, પંજાબ, હરિયાણા, રાજસ્થાન અને ઉત્તરપ્રદેશમાં વરસાદ થઇ શકે છે. છત્તીસગઢ, ઉત્તરાખંડ અને પંજાબના અમુક વિસ્તારમાં સાથે કરા પડવાની આશંકા છે.

દિલ્હી સિવાય નોએડા, ગાઝિયાબાદ અને ફરીદાબાદમાં બુધવારે ઝરમર વરસાદ થયો. સફદરજંગ હવામાન કેન્દ્ર પ્રમાણે સવારે ૫.૩૦ વાગ્યા સુધી ૬ મિલીમીટર, પાલમમાં ૫ મિમી વરસાદ નોંધાયો હતો. સવારે ૧૧ વાગ્યે તાપમાન ૧૩ ડિગ્રી હતું. મહત્તમ તાપમાન ૧૬ ડિગ્રી આસપાસ રહ્યું હતું. વરસાદના કારણે તાપમાન ૪ ડિગ્રી ગગડી શકે છે. રાજધાની ગાઢ ધુમ્મસની ચપેટમાં આવી શકે છે. દિલ્હી-એનસીઆરમાં આગામી ૨૪ કલાક આવું જ વાતાવરણ રહી શકે છે.

મધ્યપ્રદેશના સાગર અને પન્નામાં બુધવારે સવારથી જ ભારે વરસાદ સાથે કરા પડ્યાં હતા. સાગરના બકસ્વાહા વિસ્તારમાં એક ડઝનથી વધુ ગામડાઓમાં બુધવારની સવારે ભારે વરસાદ સાથે કરા પડ્યા હતા. પન્નામાં મોડી રાતથી અટકી અટકીને વરસાદ થઇ રહ્યો છે. વરસાદ બાદ દિવસના તાપમાનમાં ૪ ડિગ્રી સુધી ઘટાડો નોંધાયો છે. રાજયમાં ગ્વાલિયર સૌથી ઠંડું રહ્યું હતું જયાં લદ્યુત્ત્।મ તાપમાન ૧૧ ડિગ્રી પહોંચ્યું હતું. રાજધાની ભોપાલમાં લઘુત્તમ તાપમાન ૧૩ ડિગ્રી નોંધાયું હતું.

રાજધાની લખનઉમાં બુધવારે સવારે ઝરમર વરસાદ થયો હતો જેના કારણે તાપમાન નીચે આવી ગયું. વરસાદના કારણે શિક્ષકોની ભરતી પરીક્ષામાં આવેલા ઉમેદવારોને ઘણી પરેશાની ભોગવવી પડી હતી. લખનઉ સિવાય રાયબરેલી, અયોધ્યા, અમેઠી, વારાણસીમાં પણ બુધવારે ઝરમર વરસાદ થયો હતો. હવામાન વિભાગ પ્રમાણે ગુરૂવારે વાતાવરણ ચોખ્ખું થઇ શકે છે. અમુક પહાડી વિસ્તારોમાં બફરવર્ષા થઇ રહી છે. ત્યાંથી આવી રહેલા ઉત્તર-પશ્ચિમી પવનના લીધે વાતાવરણ સૂકું રહેશે જેના લીધે અઠવાડિયાના અંતમાં લોકોને ભારે ઠંડીનો સામનો કરવો પડી શકે છે.

રાજસ્થાનમાં આકરી ઠંડી યથાવત છે. જયપુરમાં મંગળવારે મોડી રાત્રે ઝરમર વરસાદ થયો જયારે સવાઇમાધોપુરમાં બે મિલિમીટર વરસાદ નોંધાયો હતો. ગંગાનગરમાં પણ ૦.૭ મિમી વરસાદ થયો. જોકે છેલ્લા બે-ત્રણ દિવસથી લઘુત્તમ તાપમાનમાં વધારો થયો છે. જયપુર જિલ્લામાં શીતલહેરના કારણે બંધ શાળાઓ બુધવારે ખુલી ગઇ હતી. રાજધાનીમાં લઘુત્તમ તાપમાન ૧૩.૬ ડિગ્રી રહ્યું જે સામાન્યથી ૬ ડિગ્રી વધારે હતું. હવામાન વિભાગ પ્રમાણે આગામી ચોવીસ કલાકમાં ઘણા વિસ્તારોમાં ઝાકળ છવાયેલી રહે તેવી શકયતા છે.

પાકિસ્તાન પર બનેલા પશ્વિમ વિક્ષોભના કારણે ઉત્તરાખંડમાં પણ આગામી ૨૪ કલાકમાં વરસાદની સંભાવના છે. ઘણા મેદાની રાજયોમાં પણ તેની અસર જોવા મળી શકે છે. આગામી ૨૪ કલાકમાં ઉત્તરાખંડ સિવાય પંજાબ, હરિયાણા અને ચંડીગઢમાં ઘણા સ્થાનો પર વરસાદ થઇ શકે છે. તેમજ અમુક સ્થળો પર કરા પડી શકે છે.

હિમાચલ પ્રદેશના ઘણા જિલ્લાઓમાં છેલ્લા ત્રણ દિવસથી ભારે હિમવર્ષા થઈ રહી છે. હિમવર્ષા ઘણા વિસ્તારોમાં રેકોર્ડ સ્તરે પહોંચી ગઈ છે. તાપમાનમાં તીવ્ર દ્યટાડો જોવાયો છે. લોકોને ઘરોમાં કેદ કરવાની ફરજ પડી રહી છે. બરફવર્ષાને કારણે લોકો રાજયના પાંચ રાષ્ટ્રીય ધોરીમાર્ગો ઉપર પણ જામનો સામનો કરવો પડી રહ્યો છે.

ઉત્તરાખંડમાં હવામાન વિભાગે બરફવર્ષાની ચેતવણી જારી કરી છે.  રાજયમાં છેલ્લા ૭૨ કલાકમાં ભારે હિમવર્ષા થઈ રહી છે. વીજળી અને પાણી માટેનું પણ સંકટ છે.  ધનૌલતીમાં ભારે બરફવર્ષાએ જનજીવન ખોરવી દીધું છે, જયાં પારો વધ્યો છે, ઠંડી વધી છે, જયારે રસ્તાઓ બંધ થવાને કારણે રસ્તાઓ અટવાયા છે. વહીવટીતંત્રે કટોકટીની પરિસ્થિતિનો સામનો કરવાની તૈયારી કરી લીધી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ તાપમાનમાં વધુ ઘટાડો થશે. ઠંડી હજી પણ પરેશાન કરશે.

હિમાચલમાં છેલ્લા ૭૨ કલાકથી હિમવર્ષા આફત જેવી બની છે. લોકોનું જીવન  થંભી ગયુ છે. હિમાચલના લોકોને ભારે બરફવર્ષાનો સામનો કરવો પડી રહ્યો છે. રસ્તાઓ બંધ છે, ઘણા વિસ્તારોમાં વીજ પુરવઠો નથી. પાઈપોમાં પાણી જામી ગયુ છે. સિમલામાં બુધવારે સાંજ સુધી સિઝનના સૌથી વધુ હિમવર્ષાથી એક ફૂટથી વધુ હિમવર્ષા થઈ છે. એક તરફ હિમવર્ષા એ પ્રવાસીઓ માટે ભેટ જેવી છે, બીજી બાજુ લોકોની મુશ્કેલીઓ વધી છે.ઙ્ગ સિમલાના ઐતિહાસીક રિજ મેદાન પર પ્રવાસીઓ હિમવર્ષાની મજા લઇ રહ્યા છે.

બીજી તરફ બરફવર્ષા બાદ તમામ રસ્તાઓ પર વાહનોની અવરજવર અટવાઈ ગઈ છે. સિમલા મંડી હાઇવે બંધ કરાયો છે. સિમલા-ચંદીગ રોડ માર્ગ ઉપર ટ્રાફિકને પણ અસર થઈ છે. રસ્તા પર લાંબો જામ છે. તંત્ર દિવસભર રસ્તાઓ પરથી બરફ હટાવવાનો પ્રયાસ કરી રહ્યો છે. જેસીબી અને ડોજરને કામે લગાડાયા છે. પરંતુ બરફવર્ષા એટલી બધી થઈ રહી છે કે દરેક પ્રયત્નો અપૂરતા સાબિત થઈ રહ્યા છે.

મનાલીમાં રેકોર્ડ બરફવર્ષાએ જીવનની ગતિ અટકાવી દીધી છે. રસ્તાઓમાં બરફના જાડા સ્તરો બનવાના કારણે લાંબી જામ થઈ છે. છેલ્લા ૪૮ કલાકથી સતત બરફવર્ષા પછી, તમામ રસ્તાઓ પર વાહનોની અવરજવર અટકી ગઈ છે. મનાલી કુલ્લુ એનએચ ૩ બરફવર્ષાને કારણે બંધ થઈ ગઈ છે.૨૫૦ થી વધુ પર્યટકો વિવિધ વિસ્તારોમાં ફસાયેલા છે. સ્થિતિ એવી છે કે  પ્રવાસીઓને મનાલીથી લગભગ ૧૨ કિલોમીટર દૂર રોકવામાં આવી રહ્યા છે.

બીજી તરફ, ચમોલીમાં એટલો બરફવર્ષા થઈ રહી છે કે, જિલ્લાના ૧૩૦ ગામોમાંથી વીજળી ગુલ થઈ ગઈ હતી. અડધો ડઝનથી વધુ રસ્તાઓ બંધ કરાયા છે.  ડી.એમ.એ જિલ્લાના તમામ અધિકારીઓની રજા રદ કરી છે. રસ્તાઓ પરથી બરફ દૂર કરવો એ એક મોટો પડકાર છે. આ સાથે વીજ પુરવઠો અકબંધ રાખવા માટે પણ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. હવામાન વિભાગે ઉત્તરાખંડમાં ૩ દિવસની ચેતવણી જારી કરી છે. રાજધાની દહેરાદૂનમાં મુખ્યમંત્રી ત્રિવેન્દ્રસિંહ રાવતની આગેવાની હેઠળ મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે.  ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમને એલર્ટ રહેવા આદેશો જારી કરાયા છે.

(1:23 pm IST)