Gujarati News

Gujarati News

News of Thursday, 9th January 2020

ડિસેમ્બર કવાર્ટરમાં કોર્પોરેટ જગતની આવકમાં ઘટાડો થશે

ચોખ્ખો નફો વધશે પણ આવક ઘટશે

મુંબઇ, તા. ૯ : ચાલુ નાણાકીય વર્ષના ઓકટોબર-ડીસેમ્બર ત્રિમાસિકમાં કંપનીઓની આવકની વિરોધાભાસી તસ્વીરો દેખાય શકે છે. વિશ્લેષકોને આશા છે કે કોર્પોરેટ કરમાં કાપ અને છુટક લોન દાતાઓના સારા દેખાવના કારણે કંપનીઓના ચોખ્ખા નફામાં વધારો થઇ શકે છે, પણ આવક ઘટી શકે છે. વિશ્લેષકોનું માનવૂં છે કે કંપનીઓની વૃદ્ધિમાં જલ્દી સુધારાની આશા નથી જેના લીધે કંપનીઓના યોજનાકારો સામે નવા પડકારો ઉભા થઇ શકે છે.

નિફટી પ૦ કંપનીઓનો ચોખ્ખો નફો નાણાકીય વર્ષ ર૦ર૦ના ત્રીજા ત્રિમાસિકમાં ગયા વર્ષના એજ ત્રિમાસિકની સરખામણીમાં ૬.૭ ટકા વધવાની શકયતા છે. જયારે બીજા ત્રિમાસિકમાં તેમાં ૧૯.૩ ટકાનો વધારો થયો હતો. નિફટી પ૦ કંપનીઓનો કુલ ચોખ્ખો નફો ગયા નાણાકીય વર્ષના ત્રીજા ત્રિમાસિકના ૦.૯પ લાખ કરોડથી વધીને ૧.૦૧ લાખ કરોડ થવાની આશા છે. જો કે આ કંપનીઓનું કુલ ચોખ્ખુ ત્રીજા ત્રિમાસિકમાં વાર્ષિક આધાર પર ર ટકા ઘટી શકે છે. બીજા ત્રિમાસિકમાં તેમાં ૦.ર ટકાનો ઘટાડો થયો હતો. જો આવું થયુ તો દેશની ટોચની લીસ્ટેડ કંપનીઓ માટે આ સૌથી ખરાબ સમય થઇ શકે છે. ઇન્ડેકસમાં સામેલ કંપનીઓના ચોખ્ખા વેચાણ ચાલુ વર્ષના ત્રીજા ત્રિમાસિકમાં ૯.૩ લાખ કરોડ રૂપિયા જ રહી શકે છે જે ગયા વર્ષના આ પ્રિમાસિકગાળામાં ૯.૪પ લાખ કરોડ હતું.

આ વિશ્લેષણ નારનોલીયા ફાઇનાન્સીયલ એડવાઇઝર્સ , કોટક ઇન્સ્ટીટયુશનલ ઇકવીટીઝ, મોતીલાલ ઓસવાલ ફાઇનાન્શીયલ સર્વિસીઝ, આઇસીઆઇસીઆઇ સિકયોરીટીઝ, એમકે ગ્લોબલ, રિલાયન્સ સિકયરોીટીઝ અને એચડીએફસી સીકયોરીટીઝ દ્વારા ઓકટોબર-ડીસેમ્બર ત્રિમાસિકમાં કંપનીઓની આવકના અનુમાનો પર આધારિત છે.

(10:56 am IST)