Gujarati News

Gujarati News

News of Thursday, 9th January 2020

આર્થિક મોરચે ભારત કરતા બાંગ્લાદેશની સ્થિતિ સારી

વિશ્વ બેંકે ભારતના જીડીપી ગ્રોથ રેટ અનુમાનમાં ભારે ઘટાડો કર્યોઃ ર૦૧૯-ર૦માં પ ટકા રહેવા અનુમાનઃ ભારત કરતા બાંગ્લાદેશમાં ઝડપી ૭ ટકાનો ગ્રોથ રેટ રહેશેઃ પાકિસ્તાનનો જીડીપી ગ્રોથ ૩ ટકા રહેશે

નવી દિલ્હી તા. ૯ : હવે વિશ્વ બેંકે ભારતના જીડીપી ગ્રોથના અંદાજને ઘટાડી નાખ્યો છે, વર્લ્ડ બેંકે કહ્યું છે કે આ વર્ષે  એટલે કે ર૦૧૯-ર૦માં ભારતના જીડીપીમાં વધારાનો દર ફકત પાંચ ટકા રહી શકે છે. ત્યાર પછી આગામી નાણાંકીય વર્ષમાં તે પ.૮ રહેવાનો અંદાજ વર્લ્ડ બેંકે કર્યો છે.

વિશ્વ બેંકે કહ્યું છે કે ભારત કરતા વધુ ગ્રોથ રેટ બાંગ્લાદેશનો રહેશે જયા આ વર્ષે જીડીપીમાં ૭ ટકાનો વધારો થઇ શકે છે બીજી બાજુ, માંદગીના બિછાને પડેલી પાકિસ્તાની અર્થ વ્યવસ્થામાં જીડીપી ગ્રોથ રેટ ફકત ૩ ટકા રહી શકે છે. મંગળવારે ભારત સરકાર તફરથી જીડીપીના જે પુર્વાનુમાનના આંકડાઓ અપાયા છે. તેમાં ગ્રોથ ઓછો રહેવાનું અનુમાન કરાયું છે. આ પહેલા ર૦૧૮-૧૯ માં વાસ્તવિક ગ્રોથ રેટ ૬.૮ ટકા રહ્યો હતો જયારે ર૦૧૭-૧૮ ના નાણાંકીય વર્ષમાં જીડીપી ગ્રોથ ૭.ર ટકા હતો.

આ પહેલા ભારત સરકારની સેન્ટ્રલ સ્ટેટીકસ ઓફીસ દ્વારા બહાર પડાયેલ પૂર્વાનુમાનમાં પણ કહેવાયું છે કે આ નાણાકીય વર્ષમાં દેશના જીડીપીમાં ફકત પ ટકાનો વધારો થશે.

(10:54 am IST)