Gujarati News

Gujarati News

News of Thursday, 9th January 2020

પેટીએમે યૂઝરોને આપ્યો ઝટકોઃ હવે ફંડ ટ્રાન્સફર પર ૨% ચાર્જ લાગશે

પેટીએમ યૂઝર જો પોતાના ઈવોલેટમાં ક્રેડિટ કાર્ડથી એક મહિનામાં ૧૦,૦૦૦ રૂપિયાથી વધુ રકમ ટ્રાન્સફર કરે છે તો તેણે ૨% ચાર્જની ચુકવણી કરવી પડશે

બેંગલુરૂ, તા.૯: નવા વર્ષમાં પેટીએમ યૂઝર્સને ક્રેડિટ કાર્ડથી ઈવોલેટમાં પૈસા ટ્રાન્સફર કરવા મોંદ્યા પડી શકે છે. પેટીએમ યૂઝર જો પોતાના ઈવોલેટમાં ક્રેડિટ કાર્ડથી એક મહિનામાં ૧૦,૦૦૦ રૂપિયાથી વધુ રકમ ટ્રાન્સફર કરે છે તો તેણે ૨% ચાર્જની ચુકવણી કરવી પડશે. કંપનીએ નવી પોલિસીમાં આ જાણકારી આપી છે.

ડેબિટ કાર્ડ તથા યૂનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (UPI)થી વોલેટ ટોપ-અપ ફ્રી રહેશે. મામલાની જાણકારી રાખનારા લોકોનું કહેવું છે કે કંપનીએ આ નિર્ણય આ પ્રકારના ટ્રાન્ઝેકશન પર ચાર્જ બચાવવા માટે કર્યો છે.

પેટીએમે ટ્વીટ કરીને કહ્યું, 'જો ક્રેડિટ કાર્ડના માધ્યમથી નાખવામાં આવેલી કુલ રકમ ૧૦,૦૦૦ રૂપિયાથી વધુ હોય છે તો ટ્રાન્ઝેકશનની કુલ રકમ પર ૧.૭૫%+GST આપવો પડશે.'

આ પ્રથમવાર નથી, જયારે પેટીએમે આ પ્રકારના પગલાનો વિચાર કર્યો છે. એક વર્ષ પહેલા, આ પ્રકારનો ચાર્જ લગાવવા પર વિચાર કર્યો હતો, પરંતુ તેને લાગૂ ન કર્યો. હવે તે જોવું મહત્વનું રહેશે કે આ ફેરફાર પર યૂઝર કયા પ્રકારની પ્રતિક્રિયા આપે છે, કારણ કે ઘણા યૂઝર્સ ટેકસી ભાડા કે અન્ય ચુકવણી માટે પોતાના પેટીએમ વોલેટમાં ક્રેડિટ કાર્ડથી પૈસા ટ્રાન્સફર કરે છે.

(10:04 am IST)