Gujarati News

Gujarati News

News of Thursday, 9th January 2020

નિર્ભયા કેસ : મેરઠનો જલ્લાદ ફાંસી આપશે

ઉત્તરપ્રદેશ સરકારે મંજુરી આપી

લખનૌ, તા.૮  : નિર્ભયાના દોષિતોની ફાંસીની તારીખ નજીક આવી ગઈ છે ત્યારે એક પછી એક અડચણો પણ દૂર થઇ રહી છે. ફાંસી ઉપર લટકાવી દેવા માટે જે જલ્લાદની શોધ હતી તે ઉત્તરપ્રદેશના મેરઠમાં જઇને પૂર્ણ થઇ છે. મેરઠના પવન પણ નિર્ભયાના દોષિતોમાં સામેલ છે. મેરઠના પવન દ્વારા જ ૨૨મી જાન્યુઆરીના દિવસે જ સવારે સાત વાગે દોષિતોને ફાંસી આપશે. ઉત્તરપ્રદેશની સરકારે તિહાર જેલ વહીવટીતંત્રની ભલામણને સ્વિકારી લીધી છે. ગઇકાલે મંગળવારના દિવસે ફાંસીની સજાની તારીખ નક્કી થઇ ગયા બાદ ફાંસી કોણ આપશે તેને લઇને ચર્ચા ચાલી રહી હતી. આજે ઉત્તરપ્રદેશ સરકારના કારાગાર મંત્રી જયકુમારે કહ્યું હતું કે, તિહાર જેલ વહીવટીતંત્રએ નિર્ભયાના દોષિતોને ફાંસી આપવા માટે તૈયારી દર્શાવી છે. મેરઠના જલ્લાદની સેવાઓ લેવા માટે કહેવામાં આવ્યું હતું. ૨૨મી જાન્યુઆરીના દિવસે સવારે ફાંસી આપવામાં આવનાર છે. મેરઠના નિવાસી જલ્લાદ પવને કહ્યું છે કે, તે આના માટે તૈયાર છે. જો કે, હજુ સુધી કોઇ સંપર્ક કરાયો નથી.

(8:59 am IST)