Gujarati News

Gujarati News

News of Thursday, 9th January 2020

ઈરાની હુમલાથી સૈન્ય ઠેકાણાંને નુકશાન : કોઈ અમેરિકનના મોત નથી : ઈરાન પર નવા પ્રતિબંધ લગાડશું : ટ્રમ્પનું રાષ્ટ્રજોગ સંબોધન

ઈરાનને પરમાણું તાકાત નહી બનવા દઈએ: મિડિલ ઈસ્ટમાં શાંતિ અને સ્થિરતા ખાસ જરૂરી

ઈરાન અને અમેરિકા વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલાં કડવા સંબંધો પછી બંને દેશો વચ્ચે યુદ્ધની સ્થિતિ નિર્માણ પામી હોય તેવું લાગે છે ત્યારે  અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રંપે આજે અમેરિકાના લોકોને સંબોધન કર્યુ હતુ અને કહ્યુ હતુકે, સુલેમાની અમેરિકી ઠેકાણાઓ પર હુમલા કરવાની ફિરાકમાં હતો. ઈરાન પર નવા પ્રતિંબધ લગાવીશું. ઈરાનને પરમાણું તાકાત નહી બનવા દઈએ.

  ટ્રમ્પએ કહ્યું હતું કે ઈરાનનાં હુમલામાં અમારા સૈન્ય ઠેકાણાઓને થોડુંક નુકશાન થયું છે. આ હુમલામાં કોઈ અમેરિકનનાં મોત નથી થયા. ઈરાન આભાર માનવાને બદલે ડેથ ટુ અમેરિકા બોલી રહ્યા છે. આતંકવાદ વિરુદ્ધ ઈરાને સાથે આવવું જોઈએ. ઈરાનની હિંસાથી ખાડીમાં શાંતિ નહી સ્થપાય તે સમજવું જરૂરી છે. મિડિલ ઈસ્ટમાં શાંતિ અને સ્થિરતા ખાસ જરૂરી છે. વિશ્વમાં અમે નંબર-1 ઓઈલ ઉત્પાદક દેશ છીએ.

(9:06 am IST)