Gujarati News

Gujarati News

News of Thursday, 9th January 2020

ઇન્ડિયન અમેરિકન સ્ટુડન્ટસ તથા યુવા વ્યાવસાયિકોને સેવાકીય પ્રવૃતિઓમાં જોડાવાનું આહવાહનઃ ''GOPIO'' કનેકટીકટ ચેપ્ટરના ઉપક્રમે યોજાયેલ પરિસંવાદમાં ડો.થોમસ અબ્રાહમનું મનનીય ઉદબોધન

તાજેતરમાં ૨૪ ડિસે.૨૦૧૯ના રોજ ''ગ્લોબલ ઓર્ગેનાઇઝેશન ઓફ પિપલ ઓફ ઇન્ડિયન ઓરીજીન (GOPIO)'' કનેકટીકટ ચેપ્ટરના ઉપક્રમે ઇન્ડિયન અમેરિકન સ્કૂલ તથા કોલેજ સ્ટુડન્ટસ અને વ્યાવસાયિકો વચ્ચે સંવાદ સાધવા મીટીંગનું આયોજન કરાયું હતું.

મીટીંગનો હેતુ સ્ટુડન્ટસને જુદા જુદા વ્યવસાયો તથા પ્રવૃતિઓ વિષે માર્ગદર્શન આપવાનો હતો. જેમાં વિવિધ વ્યવસાયો સાથે જોડાયેલા લોકોએ સ્ટુડન્ટસ સાથે ચર્ચાઓ કરી તેઓને માર્ગદર્શન આપ્યું હતું.

આ તકે GOPIO કનેકટીકટ ચેપ્ટરના એડવાઇઝર તથા ટ્રસ્ટી ડો.થોમસ અબ્રાહ્મએ સ્ટુડન્ટસને અભ્યાસ તથા વ્યવસાય ઉપરાંત તમામ યુવા સમુહને સેવાકીય પ્રવૃતિઓમાં પણ શામેલ થવા અનુરોધ કર્યો હતો.

(8:48 pm IST)