Gujarati News

Gujarati News

News of Wednesday, 9th January 2019

વિદેશોમાં સ્થાયી થયેલા સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વતની મહેર (મેર) જ્ઞાતિના પ્રજાજનોનું સંમેલન યોજાયું: યુ.એસ.ના લાસ વેગાસમાં ૨૨ થી ૨૫ ડિસેં.૨૦૧૮ દરમિયાન યોજાઇ ગયેલા સંમેલનમાં અમેરિકા ઉપરાંત કેનેડા, બ્રિટન, ન્યુઝીલેન્ડ તથા ભારતના પ્રતિનિધિઓએ હાજરી આપીઃ ૪ દિવસિય સંમેલનમાં મેરજ્ઞાતિના આભૂષણ સમાન દાંડીયા રાસ, ગરબા, મણિયારો રમત-ગમત સહિતના સાંસ્કૃતિ કાર્યક્રમો યોજાયા

કનેકટીકટ (U.S.A) મૂળ સૌરાષ્ટ્રના શરિયાકાંઠાએ પોરબંદર, જામનગર, અનેક દેશોમાં સ્થળાંતર પામી છે. શૈક્ષણિક અને ઉદ્યોગની આગવી સુધ ધરાવનારી આ જ્ઞાતિ આમ તો વસ્તીની ટ્રષ્ટિએ વિશ્વમાં માત્ર ૫ લાખની સંખ્યા ધરાવે છે.

અમેરીકામાં અને કેનેડામાં વસતા જ્ઞાતિબંધુઓ સરેરાશ બે વર્ષે મહાસંમેલન યોજાતા હોય છે.

ચાલુ વર્ષ અમેરીકાના લાસ વેગાસ ખાતે ડીસેમ્બર ૨૨ થી ડીસેમ્બર ૨૫ સુધી કન્વેન્સન યોજાયેલ હતું જેમાં વિશ્વના જે દેશોમાં મેરજ્ઞાતિ વસવાટ કરે છે ત્યાંથી પ્રતિનિધીઓ ઉપસ્થિત રહ્યા હતા. ઇગ્લાંડ,ન્યુઝીલેન્ડ, કેનેડા, અને ભારતમાંથી મોટી સંખ્યામાં હાજર  હતા.

૪ દિવસ ચાલેલા આ મહાસંમેલનમાં યંગ જનરેશન વધુ હાજર હતી. પરંપરાગત રાસ ગરબા, મણિયારોનો કાર્યક્રમ યોજાયેલ હતો. જૂની પેઢી સાથે નવી પેઢીનો આ સંગમ અદ્ભુત રીતે માણ્યો હતો.

આમ તો ભારતભરમાં દાંડીયારાસ, ગરબા એ મેરજ્ઞાતિનું આભૂષણ ગણાય છે વિદેશમાં જ્નમેલા અને પશ્ચિમિ સંસ્કૃતિમાં ઉછેર પામેલી નવી પેઢીએ આ પરંપરા જાળવી રાખી છે.

આપણા મૂળને મજબુત બનાવીએ અને નવી પેઢીના ભવિષ્ટ માટે તકો આપીએ આ ઉદેશ સાથે નવી અને જુની પેઢીનું ખરેખરા અર્થમાં સંમેલન સાર્થક રહ્યુ હતું.

એક દિવસ પાર્કમાં કબ્બડી, વોલીબોલ ક્રિકેટ અને રસ્સીખેંચ, વિગેરે જેવી દેશી પરંપરાગત રમતોનો કાર્યક્રમ પણ યોજાયેલ હતો.

સંમેલને સફળ બનાવવા માટે શ્રી કૈલાશ કારાવદરા, સંજય ખુંટી, સંજય સીસોદીયા, કાના ખુંટી, રામભાઇ સીસોદીયા, ભીમા ખુંટી વિગેરે આગેવાનોએ જહેમત ઉઠાવી હતી.

જયારે આર્થિક સહયોગ શ્રી ભીમાભાઇ મોઢવાડીયા, રામભાઇ સીસોદીયા, વિમલજી ઓડેદરા અને અર્ભૂન ઓડેદરાનો રહ્યો હતો.

રમતગમત,લોક સંગીત, કથ્થક, વિગેરેમાં ભાગ લેનાર કલાકારોને ટ્રોફિ એનાયત કરવામાં આવી હતી.

(8:25 pm IST)
  • રાજકોટની લાઈફ કેર હોસ્પિટલના ડોકટર દ્વારા માર મારતા યુવકનો મામલો : છેલ્લા 22 દિવસથી ગુમ મયુર મોરી પોલીસને મળ્યો :રાજકોટ માંથી જ મળી આવ્યો મયુર મોરી : પોલીસ દ્વારા તેની અજ્ઞાત સ્થળે પૂછપરછ :પોલીસે મયુરના મોબાઈલને રાખ્યો હતો સ્ટ્રેસ પર :મયુર મોરીનો મોબાઇલ ચાલુ થતા પોલીસે તેના લોકેશનના આધારે પકડી પાડ્યો access_time 11:53 pm IST

  • લોક-કલ્યાણનો નિરંતર પ્રયાસ:પ્રજાનો સાફ નિયતમાં વિશ્વાસ: ભાજપના અધ્યક્ષ અમિતભાઈ શાહે રાજ્યસભામાં સવર્ણોને 10 ટકા અનામત બિલ મંજુર થયા બાદ જણાવ્યું કે, લોક-કલ્યાણનો નિરંતર પ્રયાસ છે. પ્રજાનો સાફ નિયતમાં વિશ્વાસ છે. 'સબકા સાથ, સબકા વિકાસ' ચરિતાર્થ થઈ રહ્યો છે. આર્થિક રીતે નબળા સામાન્ય વર્ગને અનામત આપતું બિલ માટે વડા પ્રધાન મોદીને હાર્દિક અભિનંદન અને તેને ટેકો આપનારા તમામ સભ્યોનો આભાર access_time 12:59 am IST

  • ૧૮ થી ૨૧ જાન્યુ.માંથી કોઇ એક દિવસ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી આવશે ગુજરાત : બહેતર ભારત અભિયાનની શરૂઆત માટે આવશેઃ રાજયની વિવિધ કોલેજના એક હજાર જેટલા એનએસયુઆઇના હોદેદારોને કરશે સંબોધન access_time 4:09 pm IST