Gujarati News

Gujarati News

News of Wednesday, 9th January 2019

કોંગ્રેસ કાર્યાલય બહાર રાહુલ-તેજસ્વીના પોસ્ટર લાગ્યા

લોકસભા ચૂંટણી 2019 માટે તમામ રાજકીય પક્ષો કામે લાગી ચુકી છે આ દરમિયાન કોંગ્રેસ કાર્યાલય સામે એક પોસ્ટર લાગેલું હતું જેમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને લાલુ યાદવના દીકરા તેજસ્વી યાદવ એક સાથે જોવા મળી રહ્યા હતા. આ પોસ્ટર પર લખેલું હતું કે ચોકીદાર નહીં વફાદાર જોઈએ, અબકી બાર ગઠબંધન સરકાર જોઈએ.

  આ પોસ્ટરના ઉપરના ભાગમાં સોનિયા ગાંધી પછી લાલુ યાદવ સહીત બીજા પણ ઘણા નેતાઓના ફોટો લગાવવામાં આવ્યા છે. આ પોસ્ટરથી સાફ થઇ ગયું છે કે કેન્દ્રની મોદી સરકાર સામે લડવા અને તેમને સત્તાથી દૂર કરવા માટે કોંગ્રેસ ગઠબંધનની રણનીતિ પર કામ કરી રહી છે.

(1:50 pm IST)