Gujarati News

Gujarati News

News of Wednesday, 9th January 2019

હિમાચલ પ્રદેશમાં સિમલા-કાલકા ટોય ટ્રેનના એન્જીનમાં આગ :તમામ 200 યાત્રીઓ સુરક્ષિત

શોર્ટ સર્કિટને કારણે અચાનક આગ લગતા ધુમાડો નીકળતા મુસાફરો ભયભીત

શિમલા: હિમાચલ પ્રદેશમાં શિમલા અને કાલકા વચ્ચે ટોય ટ્રેનના એન્જિનમાંઆગ લાગી હતી. સોલન જિલ્લામાં ટ્રેનના એન્જિનમાંથી અચાનક ધુમાડો નીકળવા લગતા યાત્રીઓ ભયભીત થયા હતા અને ટ્રેનમાં હોબાળો મચી ગયો હતો,જોકે આગ પર કાબૂ મેળવી લેવાયો છે. સ્થાનિક લોકોએ પણ આગ બુઝાવવામાં મદદ કરી હતી. ટ્રેનમાં સવાર તમામ યાત્રી સુરક્ષિત છે.

આ અંગેની વિગત મુજબ હિમાલયન ક્વીન યાત્રીઓને કાલકાથી લઈને શિમલા જવા માટે નીકળી હતી તેની વચ્ચે સોલન જિલ્લાના ધર્મપુર સ્ટેશનથી આગળ વધતાં જ કુમાર હટ્ટી પાસે ટ્રેનના એન્જિનમાંથી અચાનક ધુમાડો નીકળવા લાગતા યાત્રીઓ ડરી ગયા હતા

 ઘટના સમયે લગભગ ૨૦૦ યાત્રીઓ સવાર હતા. આ ઘટના બાદ એન્જિનને બદલવામાં આવ્યું અને યાત્રીઓને ફરી વખત શિમલા પહોંચાડાયા. એવું જણાવવામાં આ‍વી રહ્યું છે કે શોર્ટસર્કિટ થવાના કારણે ટ્રેનમાં આગ લાગી હતી.

(1:18 pm IST)